________________
૮૪-જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર આપીને પ્રધાનમંત્રીઓને મોકલ્યા. પછી થોડીવારમાં દ્વારપાલે પ્રવેશ કરીને વિનંતિ કરી કે હે દેવ! પુરંદરકુમાર મંત્રીઓની સાથે દ્વારની ભૂમિમાં રહેલો છે. ત્યાં દેવ પ્રમાણ છે, અર્થાત્ આપની આજ્ઞા હોય તો અંદર આવે. રાજાએ સંભ્રમપૂર્વક કહ્યું આવવા દે, આવવા દે. તેથી કુમારે પ્રવેશ કર્યો. પરસ્પર ઉચિત આદર કર્યો. રાજાથી રજા અપાયેલો કુમાર પૂર્વે ગોઠવેલા રત્નમય ભદ્રાસન ઉપર બેઠો. પછી રાજાએ આદરપૂર્વક કુમારના કુશલ સમાચાર પૂછી અને મતિતિલક મંત્રીના મુખને જોઈને કહ્યું: આપણા પ્રમાદને જુઓ. આપણા પરમ મિત્ર પણ શ્રીવિજયસેન રાજાનો પુત્ર અહીં આવેલો હોવા છતાં આપણને ખબર ન પડી. અથવા આપણો પ્રમાદ ફલથી જ સિદ્ધ થયો. અન્યથા મારા ઘરમાંથી બંધુમતીનું અપહરણ કેમ કરાય? અથવા મારા મનને બંધુમતીનું અપહરણ પણ તેવું દુઃખી નથી કરતું કે જેવું દુઃખી સ્વધરે આવેલા કુમારનો નહિ કરાયેલો સન્માન કરે છે. તેથી કુમારે કહ્યું હે દેવ! આ પ્રમાણે કહેવું આપને યોગ્ય નથી. કારણ કે મોટાઓની માનસિક કૃપા એ જ સન્માન છે. બાહ્ય સન્માન તો માયાવીઓમાં પણ દેખાય છે. માનસિક આદર તો આપને મારા ઉપર રહેલો જ છે. બાહ્યથી વિકલ(=ખામીવાળો) પણ પુત્ર માતાને બહુ પ્રિય હોય છે. તેથી તે નરનાથ! જે કરવા યોગ્ય હોય તેની જ મને આજ્ઞા કરો. કારણ કે તેને જ (=રાજા કરવા યોગ્યની આજ્ઞા કરે તેને જ) હું પોતાનું મોટું સન્માન માનું છું. પછી કુમારના વિનયથી આકર્ષાયેલા હૃદયવાળા રાજાએ કહ્યું: હે વત્સ! સકલગુણોના નિવાસની સાથે તારા દર્શન થયાં તેથી મારાં સઘળાં કાર્યો સિદ્ધ થયા છે, આમાં જરાય સંદેહ નથી. આ પ્રમાણે કહીને રાજાએ પ્રસ્તુત વિષયને કહેવા માટે શ્રીનંદન તરફ દૃષ્ટિ કરી. તેથી શ્રીનંદને કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે- હે કુમાર! રાજાને પોતાના જીવન તુલ્ય અને સર્વ રમણીજનના તિલક સમાન બંધુમતી નામની પુત્રી છે. તે હમણાં કોઈ વડે અપહરણ કરાઈ છે. તમોએ પણ આ સાંભળ્યું છે એમ હું માનું છું. આ અપહરણ સઘળા ય લોકના મહાદુઃખનું કારણ બન્યું છે, તો પછી રાજાના દુઃખનું કારણ બને તેમાં તો શું કહેવું? હે કુમાર! રાજાના આ મોટા દુઃખનો અંત કરવા માટે તું જ સમર્થ છે. પર્વતોના સંતાપને મેઘ વિના બીજો કોણ દૂર કરે? તેથી તે ધીર! આ વિષે વિચારીને તું કંઈક પ્રયત્ન કર કે જેથી અમે બધા લોકો અને રાજા પરમ સુખને પામીએ. તેથી કુમારે વિચાર્યું અહો! કહેવામાં શ્રીનંદનની કુશળતા! વળી બીજું, મારા અહીં આગમન આદિનો વૃત્તાંત એણે જ અહીં કહેલો છે એમ હું માનું છું. શ્રીનંદન વડે કહેવાતા મારા માટે અહીં શું યોગ્ય છે? અથવા આ વિચારવાથી શું? કારણ કે બીજી રીતે પણ મરવાનું તો છે જ તો પછી સંકટને પામેલાની પ્રાર્થનામાં (=પ્રાર્થના પૂરી કરવામાં) કોઈ પણ રીતે જીવ જાય તો શું મેળવેલું ન થાય? લોકમાં જીવન કોને પ્રિય નથી? લક્ષ્મી કોને પ્રિય નથી? પણ અવસરને પામેલા તે બંને ય ધીરપુરુષોને કંઈ પણ નથી. ઇત્યાદિ વિચારીને કુમારે કહ્યું: હે શ્રીનંદન! મોટા માણસોથી સાધી