________________
જ્ઞાનદાન દ્વાર ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુરંદરએરિત્ર-૮૫ શકાય તેવાં કાર્યો મારા જેવાથી ન સાધી શકાય. આમ છતાં જો રાજાની મારા ઉપર આવી સંભાવના છે. (=મારાથી આ કાર્ય થઈ શકશે એવી શ્રદ્ધા છે) તો ચોક્કસ એ પ્રમાણે જ થશે. પછી “બંધુમતીને દશમે દિવસે જો કોઈપણ રીતે રાજા ન જુએ તો હું સ્વજીવનનો ત્યાગ કરીશ, બહુ કહેવાથી શું?” આ પ્રમાણે કુમારે પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે મોટી પ્રતિજ્ઞા કરીને અને સૂરરાજાને નમીને રાજાથી સન્માનિત કરાયેલો કુમાર પોતાના સ્થાને ગયો. પછી વિધિથી આરાધના કરીને વિદ્યાનું સ્મરણ કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું: હે વત્સ! સ્વસ્મરણનું આ પ્રયોજન મેં જાણ્યું છે. હું બધું કહું છું. તેથી ઉપયોગવાળો થઈને સાંભળ.
પુરંદરકુમારે કિરીટ વિદ્યાધરને હરાવ્યો. ભરતક્ષેત્રના મધ્યભાગમાં પચ્ચીસ યોજન ઊંચો રત્નમય વૈતાઢ્ય નામનો પર્વત છે. ત્યાં ગંધસમૃદ્ધ નામના નગરમાં મણિકિરીટ નામનો વિદ્યાધર રહે છે. નંદીશ્વર દ્વીપથી પાછા ફરતા તેણે બંધુમતી રાજપુત્રી જોઈ. આથી તે કામદેવરૂપ મહાસુભટના બાણની શ્રેણિઓથી શલ્યવાળો બન્યો. તેના પ્રતિકાર માટે બંધુમતીનું અપહરણ કરીને જતો રહ્યો. હમણાં ગંગાનદીના કિનારે ધવલકૂટ નામના પર્વત ઉપર બંધુમતીની સાથે લગ્ન કરવાની સામગ્રીને તૈયાર કરી રહ્યો છે. તેથી તું આવ, જેથી તેને ત્યાં લઈ જઉં. “એ પ્રમાણે થાઓ” એમ કુમારે સ્વીકાર્યું. આથી દેવી વિમાનમાં બેસાડીને કુમારને ત્યાં લઈ ગઈ. કુમારે ત્યાં વિદ્યાધરને જોયો અને બંધુમતીને પણ જોઇ. તે કેવી હતી? અંદર સળગાવેલા શોકરૂપ અગ્નિના ધૂમાડાથી વ્યાકુલ, સ્વદષ્ટિને પોતાના હાથોથી આગળ રહેલા વિદ્યાધર ઉપરથી ઉઠાવતી (=આંખ ઉપર હાથ મૂકીને વિદ્યાધર ઉપર દૃષ્ટિને બંધ કરી દેતી) હતી. નિર્મલશીલના પ્રભાવથી કાજળથી કાળા કરાયેલા નયનોમાંથી નીકળતી પાણીની ધારાના બહાને પાપપરમાણુની શ્રેણિને વિખેરતી હતી, હે દુષ્ટ! મારે માતા-પિતાના દુઃખને ઉત્પન્ન કરનાર તારું કામ નથી, આ પ્રમાણે કહીને લગ્ન માટે પ્રાર્થના કરતા વિદ્યાધરને રોકતી હતી. આવી બંધુમતીને જોઈ. પછી કુમારે વિદ્યાધરને હાકલ કરી. અરે! અધમ! ચોર લોકોને ઉચિત અને બુધજનોથી નિંદાયેલ આ શું આરંભ્ય છે? આ સાંભળીને વિદ્યાધર સંભ્રાંત થયો અને બંધુમતી વિસ્મયને પામી. આ શું છે? એ પ્રમાણે જોતા એવા તેમણે સૂર્યની જેમ સ્કુરાયમાન થયેલા તેજવાળા પુરંદરકુમારને જોયો. ચોક્કસ આ કોઈક બંધુમતીને છોડાવવા માટે આવ્યો છે એમ વિચારતા વિદ્યાધરે ધનુષ્યને હાથમાં રાખીને કહેવાનું શરૂ કર્યું. રે રે બાળક! પાછો હટી જા. પરમાર્થને જાણ્યા વિના મારા બાણરૂપ અગ્નિમાં પતંગની જેમ નિષ્ફલ ઝંપાપાત ન કર. તેથી કુમારે કહ્યું: પરમાર્થને જાણનારાઓ કાર્યોમાં જે મુંઝાય તેને જ બાળક કહે છે. બંધુમતીનું ૧. સિમસ = કામદેવ. ૨. વૃદ્ધાવય = છોડાવવા માટે આવવું.