________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૃગાપુત્રનું દૃષ્ટાંત-૬૧ મહાવીર પધાર્યા છે એ વાતને) સાંભળીને ત્યાં આવ્યો. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરે છે. નમન કરે છે, યાવત્ પર્યુપાસના કરે છે. ત્યારબાદ ભગવાને ધર્મ કહ્યો. પર્ષદા રાજાની સાથે નગરમાં પાછી ગઇ. તે વખતે ભગવાન ગૌતમ તે જન્માંધ પુરુષને જુએ છે. તેને જોઇને તત્ત્વને જાણવાની ઇચ્છાવાળા શ્રી ગૌતમસ્વામી આ પ્રમાણે બોલ્યા- હે ભગવંત! કોઇ પુરુષ જન્મથી અંધ, મૂંગો, બહેરો, પાંગળો અને કઢંગા શરીરવાળો હોય? ગૌતમ! એવો પુરુષ હોય. આ જ મૃગગ્રામ નગરમાં વિજયરાજાની મૃગારાણીનો પુત્ર જન્મથી અંધ, મુંગો, બહેરો, પાંગળો અને કઢંગા શરીરવાળો છે. તે પુત્રને હાથ, પગ, કાન, આંખો અને નાક નથી. તે અંગોપાંગોની આકૃતિમાત્ર છે. તેથી કુતૂહલવૃત્તિવાળા થયેલા શ્રીગૌતમસ્વામીએ પણ શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીને આ પ્રમાણે કહ્યું: હે ભગવંત! આપનાથી અનુજ્ઞા અપાયેલો હું મૃગાપુત્ર બાળક જોવાને ઇચ્છું છું. ભગવાને કહ્યું: હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરો. ત્યારબાદ હર્ષ-તોષ પામેલા શ્રીગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી નીકળે છે, નીકળીને એક ધૂંસરા જેટલી ભૂમિમાં નીચે દૃષ્ટિ રાખવા વડે આગળના ભાગમાં ઇર્યાસમિતિને શોધતાં શોધતાં જ્યાં મૃગારાણીનું ઘર છે, ત્યાં જ આવે છે. તે વખતે મૃગારાણી ગૌતમભગવાનને આવતા જુએ છે. જોઇને હર્ષ-તોષને પામેલી તે આ પ્રમાણે બોલી: હે દેવાનુપ્રિય! આપના આગમનનું કારણ શું છે તે કહો. તેથી ગૌતમભગવાને આ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિયા! તારા પુત્રને જોવા માટે હું જલદી આવ્યો છું. તેથી મૃગાદેવી મૃગાપુત્ર બાળકની પછી જન્મેલા ચાર પુત્રોને સર્વ અલંકારોથી અલંકૃત કરે છે. પછી તેમને ગૌતમભગવાનના ચરણમાં નમાવે છે. પછી આ પ્રમાણે બોલીઃ હે ભગવંત! મારા આ પુત્રને જુઓ. તેથી ગૌતમભગવાને કહ્યું: હે દેવાનુપ્રિયા! હું તારા આ પુત્રોને જોવા માટે જલદી આવ્યો નથી. તારો મોટો મૃગાપુત્ર નામનો પુત્ર કે જે જન્મથી અંધ છે, અને (ગુપ્ત ભોંયરામાં ગુપ્ત આહાર-પાણી વડે) તું જેની સેવા કરતી રહે છે, તેને જોવા માટે હું જલદી આવ્યો છું. તેથી તે મૃગાદેવીએ આ પ્રમાણે કહ્યુંઃ હે ગૌતમસ્વામી! તેવો જ્ઞાની કે તપસ્વી કોણ છે કે જેણે મારા એકાંતમાં કરાયેલા આ કાર્યને તમને જલદી કહ્યું, જેથી તમે આ કાર્યને જાણો છો. તેથી ગૌતમભગવાને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયા!
૧. સોના અને નિલમ્મ એ બન્નેનો અર્થ ‘સાંભળીને” એવો અર્થ થાય છે, અર્થાત્ સાંભળી સાંભળીને. ૨. નાવ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. તિવ્રુત્તો શબ્દથી આરંભી પન્નુવાસફ શબ્દ સુધી ઔપપાતિક સૂત્રમાં જેવું વર્ણન છે તેવું વર્ણ અહીં સમજવું.
૩. નવ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- નાયસ} શબ્દથી આરંભી વં વયાસી સુધી ભગવતી સૂત્રમાં (પહેલા શતકમાં) જેવું વર્ણન છે તેવું વર્ણન અહીં સમજવું.
૪. અહીં નાવ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- હતુઃ શબ્દથી આરંભી વયાસી શબ્દ સુધી કલ્પસૂત્રમાં ત્રિશલાદેવીનું જેવું વર્ણન છે તેવું વર્ણન અહીં સમજવું.