________________
૭૦ - જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનદાતા જે સાધુ સંવિગ્ન, ગીતાર્થ, મધ્યસ્થ, દેશ-કાલ ભાવનો જ્ઞાતા અને શુદ્ધકરૂપક છે તે સાધુ જ્ઞાનનો દાતા છે=જ્ઞાનનું દાન કરવા માટે યોગ્ય છે.
વિશેષાર્થ- સંવિગ્ન એટલે ઉદ્યતવિહારી. સંવિગ્ન સાધુ પોતાના આચારોના આલંબનથી જિનવચનની યથાવત્ પ્રરૂપણા કરે છે, અને શ્રોતાઓ તેનું વચન સ્વીકારે છે. આથી અહીં “સંવિગ્ન' એવા વિશેષણનો ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે કે-“પોતાના આચારોના બળથી ખુમારીવાળા, અશુભ આચરણથી ત્રાસ પામેલા અને ધીર પુરુષો બધા સ્થળે પવિત્ર હોય છે, પાપી જીવો બધા સ્થળે શંકાવાળા બને છે.” તથા “જેવી રીતે મધઘીથી સિંચાયેલો અગ્નિ દીપે છે, તે રીતે ગુણમાં રહેલા પુરુષનું વચન દીપે છે. જેવી રીતે તેલરહિત દીપક શોભતો નથી તેવી રીતે ગુણહીન પુરુષ શોભતો નથી.”
ગીતાર્થ– ગીતાર્થગુરુની નિશ્રાવાળા નવદીક્ષિત સાધુ વગેરે પણ સંવિગ્ન હોય છે. આથી અહીં કહે છે કે સાધુ ગીતાર્થ હોવો જોઇએ. ગીતાર્થ એટલે છેદગ્રંથો વગેરે સૂત્રોના અર્થોનું જેણે અધ્યયન કર્યું છે તેવો. અગીતાર્થ જ્ઞાનદાનનો અધિકારી નથી જ. કારણ કે (બૃ.ક.ભા. ગા- ૧૧૩૫) કહ્યું છે કે-“જિનેશ્વરોએ કહેલો ધર્મ સંસારના દુઃખનો નાશ કરે છે, અને ભવ્યજીવોરૂપ કમળોનો સમ્યગ્દર્શનાદિ રૂ૫ વિકાસ કરે છે. આવા ધર્મનો ઉપદેશ પ્રકલ્પમતિએ આપવો જોઇએ. (પ્રકલ્પયતિ એટલે નિશીથસૂત્રનું અધ્યયન કરી લીધું હોય તેવો મુનિ.) બીજું -“જે સાધુ સાવદ્ય-નિરવ વચનના ભેદને (=આવું વચન સાવધ છે અને આવું વચન નિરવદ્ય છે એવા ભેદને) જાણતો નથી તે બોલવા માટે પણ યોગ્ય નથી, તો પછી દેશના કરવા માટે યોગ્ય નથી એમાં તો શું કહેવું?”
મધ્યસ્થગીતાર્થ પણ જો રાગ-દ્વેષના કારણે કદાગ્રહી હોય તો ગોષ્ઠામાહિલ વગેરેની જેમ જિનવચનની અન્યથા પણ પ્રરૂપણા કરે. આથી અહીં કહે છે કે સાધુ મધ્યસ્થ હોવો જોઇએ. મધ્યસ્થ એટલે રાગ-દ્વેષના કારણે થનારા કદાગ્રહથી રહિત. કહ્યું છે કે“જે રાગમાં અને દ્વેષમાં વર્તતો નથી, કિંતુ બંનેની મધ્યમાં વર્તે છે, તે મધ્યસ્થ કહેવાય છે. બાકીના બધા અમધ્યસ્થ છે.”
દેશ-કાલ-ભાવનો જ્ઞાતા- સંવેગાદિ વિશેષણોથી વિશિષ્ટ પણ સાધુ તેવા પ્રકારની કુશળતાના અભાવથી દેશ(આદિ)નો જ્ઞાતા ન હોય. આથી અહીં કહે છે કે સાધુ દેશ-કાલભાવનો જ્ઞાતા હોવો જોઇએ. દેશ=ગીતાર્થ અને પાર્થસ્થ આદિથી ભાવિતક્ષેત્ર. કાળ= સુભિક્ષદુર્ભિક્ષ વગેરે. ભાવ=પરના ચિત્તનો અભિપ્રાય વગેરે.
યથોક્ત દેશનો જ્ઞાતા અહિતકર દેશનો ત્યાગ કરીને જ વિચરે છે. અથવા બીજા સ્થળે રહી શકાય તેમ ન હોય (તેથી અહિતકર દેશમાં રહેવું પડે) તો તે જ ( તે જ દેશમાં રહેલા) ગીતાર્થો વગેરેની કંઈક અનુવર્તના વડે (તેમને કંઇક અનુકૂળ થઈને) દેશના વગેરેમાં યત્ન કરે. અન્યથા દોષનો સંભવ છે. કહ્યું છે કે–“દુર્ભિક્ષ, રાજ્યદુઃસ્થિતિ વગેરે