________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શુદ્ધપ્રરૂપણા વિષે બે સાધુઓનું દાંત-૭૩
યથોક્ત સંયમમાર્ગના વર્તનમાં શિથિલ પણ જો વિશુદ્ધ ચરણ-કરણની ઉપબૃહણા અને પ્રરૂપણા કરે તો અશુભકર્મોની નિર્જરા કરે અને પરલોકમાં સુલભબોધિ બને.
વિશેષાર્થ– ચરણ-કરણ– પાંચમહાવ્રત વગેરે ૭૦ ગુણો ચરણ છે. પિંડેવિશુદ્ધિ આદિ ૭૦ ગુણો કરણ છે. વિશુદ્ધ=જિનેશ્વરોએ એવું કહ્યું છે તેવું. આની ઉપબૃહણા સાચી તો જ કરી ગણાય કે જો ગુણમાં રહેલા દીક્ષાપર્યાયથી નાના પણ સાધુઓને વંદન કરે. તેમનાથી પોતાને વંદન કરાવે નહિ. પોતાની નિંદા અને ગુણી સાધુના ગુણોની પ્રશંસા વગેરે કરે. આનાથી “પોતે વંદન કરે, પણ વંદન કરાવે નહિ” ઈત્યાદિ લક્ષણોથી યુક્ત સંવિગ્નપાક્ષિકનું સૂચન કર્યું છે. આ જીવ કર્મનિર્જરા કરે અને સુલભબોધિ બને એ ઉપલક્ષણ છે. એટલે ઉપલક્ષણથી બીજા પણ જનાનુરાગ વગેરે ગુણો પણ જાણવા. કારણ કે પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે- લોચના કારણે વાળરહિત મસ્તકવાળા, તપથી કૃશ, મેલથી ખરડાયેલ શરીરવાળા, યુગપ્રમાણ અંતરમાં દૃષ્ટિવાળા, ઉતાવળ અને ચાલતા વિના પોતાના ઘરે આવતા મુનિને જોઇને કોઇ શ્રાવિકા હર્ષને પામી. , ઘણા ઉત્સાહથી ઘણા અન્ન-પાણી લઈને નીકળી. નીચા દ્વારવાળા ઘરમાં એષણા શુદ્ધ થતી નથી
એમ વિચારીને મુનિ ત્યાંથી નીકળી ગયા. શ્રાવિકા મુનિને જોતી રહી. વિલખી બનીને કંઈક વિચારી રહી છે તેવામાં ચરણ-કરણમાં શિથિલ સાધુ ત્યાં આવ્યો. શ્રાવિકાએ તેને અશન વગેરે વહોરાવ્યા. તેણે પણ વહોર્યું. તેથી વિસ્મય પામેલી શ્રાવિકાએ તેને આ પ્રમાણે પૂછ્યું: પૂર્વે આવેલા અન્યમુનિએ વિદ્યમાન પણ આ અશનાદિ કેમ ન વહોર્યું? હે મુનિરાજ! આપ મારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર કહો. મુનિએ કહ્યું: હે શ્રાવિકા! નીચા દ્વારવાળા તારા ઘરમાં સાચા ગુણી સાધુઓને અશનાદિ વહોરવા ન કહ્યું. હું સાધુવેશથી જીવન નિર્વાહ કરવામાં તત્પર અને નિધર્મ છું. આથી અકથ્યને પણ લઉં છું. મુનિએ આ પ્રમાણે કહ્યું એટલે શ્રાવિકાએ વિચાર્યું અહો! આ લોકની તૃષ્ણાથી રહિત આ સાધુનું પરલોકમાં બંધાયેલ લક્ષ્યવાળું અને ગંભીરતાની પ્રધાનતાવાળું વચન જુઓ. પરગુણોને ગ્રહણ કરવા (=બોલવા) અને પોતાના દોષોને કહેવા માટે બીજાઓ સમર્થ બનતા નથી. આથી પણ આ મુનિ ગુણી છે. આ પ્રમાણે વિચારીને હર્ષ પામેલી તેણે ફરી પણ ઘણા અશન આદિથી તે મુનિને તૃપ્ત કર્યા. ફરી પણ ચારિત્રમાં શિથિલ બીજો સાધુ ત્યાં આવ્યો. શ્રાવિકાએ તેને પણ આ વૃત્તાંત કહ્યો. સાધુએ કહ્યું: માયાના કારણે તે સાધુએ ભિક્ષા ન લીધી. અમે ગ્રહણ કરીએ છીએ. કારણ કે અમે હમણાં આચરેલા વ્રતવાળા થયા છીએ. આથી બધી જ માયાઓને મૂકી દીધી છે. આ એક તો નિર્ધર્મ છે અને વળી બીજાઓના દોષોને ગ્રહણ કરે છે એમ વિચારીને તે કુપિત બની. આથી તેણે તેને કંઈ પણ ન આપ્યું. આ પ્રમાણે શુદ્ધપ્રરૂપણા કરનારાઓને આ લોક સંબંધી અને પરલોક સંબંધી લાભ થતો જોવામાં આવતો હોવાથી અને અશુદ્ધ પ્રરૂપણા કરનારાઓને આ લોક સંબંધી અને પરલોક સંબંધી નુકશાન થતું હોવાથી જ્ઞાનદાતાઓએ અવશ્ય શુદ્ધપ્રરૂપણા ગુણમાં પ્રયત્ન કરવો જોઇએ. [૨૧]