________________
૭૪- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ જ્ઞાનગ્રહણવિધિ જ્ઞાનદાતાદ્વાર કહ્યું. હવે “જ્ઞાનગ્રહણવિધિ' દ્વારને કહે છેअखलियमिलियाइगुणे, कालग्गहणाइओ विही सुत्ते । मजणनिसिजअक्खा, इच्चाइ कमो तयत्थम्मि ॥ २२॥
અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા સૂત્રમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. સૂત્રના અર્થમાં માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે.
વિશેષાર્થ– શ્રુતજ્ઞાન સૂત્રથી અને અર્થથી એમ બે પ્રકારે છે. તેમાં આચારાંગ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. કાલ એ શાસ્ત્ર આચરણથી પ્રસિદ્ધ ક્રિયાવિશેષ છે. આદિ શબ્દથી ઉદેશ-સમુદેશ–અનુજ્ઞા વગેરે વિધિ સમજવી.
અમ્મલિતત્વ-અમિલિતત્વ- જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું તે અલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અસ્મલિતત્વગુણ છે. (ઉતાવળ વગેરે કારણોથી) બોલનારના પદ વગેરેનો વિચ્છેદ જેમાં ન જણાય, અર્થાત્ બોલનાર પદો છૂટાં છૂટાં ન બોલે તે મિલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અમિલિતત્વગુણ છે. આ નિર્દેશ ભાવની પ્રધાનતાવાળો છે. આથી અમ્મલિતના સ્થાને અસ્મલિતત્વ (=સ્મલનાનો અભાવ) અને અમિલિતના સ્થાને અમિલિતત્વ( છૂટું) એમ સમજવું. અહીં ગ્રંથકારે સૂત્રનું “અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા” એવું વિશેષણ કરીને અહીનાક્ષરત્વ, અનત્યક્ષરત્વ, અસ્મલિતત્વ, અમિલિતત્વ વગેરે ગુણોથી યુક્ત સૂત્ર બોલવું જોઇએ એવો વિધિ જ કહેલો છે એમ જાણવું.
પ્રશ્ન- હીનાક્ષરત્વ આદિથી યુક્ત સૂત્ર બોલવામાં કયો દોષ છે કે જેથી એનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાય છે?
ઉત્તર- લોકમાં પણ હીનાક્ષરત્વ આદિથી યુક્ત બોલતા વિદ્યા-મંત્રો વગેરેથી વિવક્ષિત ફલનો અભાવ અને અનર્થની પ્રાપ્તિ દેખાય છે, તો પછી પરમમંત્ર સમાન જિનપ્રણીત સૂત્રો અંગે શું કહેવું? અનુયોગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે- મગધ દેશના રાજગૃહ નામના શ્રેષ્ઠ નગરમાં શ્રી મહાવીરસ્વામી પધાર્યા. સુરોએ રમણીય સમવસરણ રચ્યું. દેવમનુષ્ય-તિર્યંચોના મિલનથી શોભતા તે સમવસરણમાં અભયકુમાર આદિથી સહિત શ્રેણિકરાજા વંદન કરવા માટે આવ્યા. ધર્મ સાંભળીને પર્ષદા સમવસરણમાંથી નીકળી ત્યારે એક ખેચર આકાશમાં થોડુંક જઈને ફરી ફરી પૃથ્વી ઉપર પડે છે. તેથી શ્રેણિકે જિનેન્દ્રને પૂછ્યું: હે જગન્નાથ! આ વિદ્યાધર પાંખથી રહિત પક્ષીની જેમ ઉત્પાત-નિપાત (ઊંચે જવું અને નીચે પડવું) કેમ કરે છે? જિનેશ્વરે કહ્યું: આને આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલાઈ ગયો છે. તેથી આ વિદ્યાધર આકાશમાં જવા સમર્થ નથી. જિનેશ્વરે કહેલી તે વાતને સાંભળીને અભયકુમારે જલદી વિદ્યાધરની પાસે જઈને કહ્યું: તું વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. જો