________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
માલતીરાણીનો કુમાર પ્રત્યે કામરાગ પ્રગટ્યો.
તેને મહાગુણનિવાસ જોઇને અને તેના ચરિત્રોને સાંભળીને રાજાની એક માલતી નામની રાણી તેના ઉપર અનુરાગવાળી થઇ. શોક્યના પુત્રમાં અનુરાગવાળી, કામદેવના બાણથી હણાયેલી, આર્તધ્યાનના કારણે દુઃખને પામેલી તે કષ્ટથી દિવસો પસાર કરતી હતી. કુમાર એકવાર પ્રિયસંગમ નામના ઉદ્યાનમાં રમી રહ્યો હતો ત્યારે મધ્યમવયની એક સ્ત્રી તેની પાસે આવી. કુમાર ડોકને વાળીને વિસ્મયપૂર્વક તે સ્ત્રીને જુએ છે તેટલામાં તે સ્ત્રીએ કુમારને કહ્યું: હે કારુણિક શ્રેષ્ઠ કુમાર! એકાંત હોવાથી એકાગ્રચિત્તવાળો થઇને મારું વચન સાંભળ. કુમારે તેનો સ્વીકાર કર્યો એટલે તેણે કહેવાનું શરૂ કર્યું. કામદેવને તિની જેમ રાજાને હૃદયપ્રિય અને ગુણસમૂહથી નિર્માણ કરાયેલી માલતી નામની સુપ્રસિદ્ધ રાણી છે. હે રાજકુમા૨! તમારા દર્શનથી અને ગુણશ્રવણથી ઉત્પન્ન થયેલા કામરૂપી અગ્નિથી તે બળી રહી છે. આથી તમે સ્વસંગરૂપ જલથી તેને આશ્વાસન આપો. હું તેની દાસી છું. મોટી આશાથી તારી પાસે આવી છું. હે મહાયશ! આ પ્રાર્થનાને નિષ્ફલ ન કરવી. તેની પ્રાર્થનાને સાંભળીને જાણે મસ્તકમાં વજ્રથી હણાયો હોય તેમ હૃદયમાં અતિશય વિષાદને ધારણ કરતો કુમાર આ પ્રમાણે વિચારવા લાગ્યો–
જ્ઞાનદાન દ્વાર]
[પુરંદરચરિત્ર-૭૭
અહો! મોહથી મૂઢહૃદયવાળા જીવોના વિલાસોને જો, જેથી આ લોક અને પરલોકમાં વિરુદ્ધ હોય તેવાં પણ અકાર્યોમાં પ્રવર્તે છે. આ સંસારમાં મોહરૂપ ગ્રહથી છેતરાયેલો જીવ લોકમાં જે વિરુદ્ધ છે, સર્વ શાસ્ત્રોમાં જે નિષિદ્ધ છે, તેને પણ વિચારે છે. ઇત્યાદિ વિચારીને રાજપુત્રે તે દાસીને કહ્યું: અહીં મધ્યસ્થભાવથી મારું વચન સાંભળ. સઘળાય પરપુરુષોમાં અભિલાષ કરવો એ કુલાંગનાઓને યોગ્ય નથી. તેમાં પણ પુત્રમાં અનુરાગ તો બહુ જ વિરુદ્ધ છે. નીતિથી યુક્ત પણ કામ-ભોગોમાં જરાપણ સુંદરતા નથી. તેમાં વળી ઉન્માર્ગથી કામ-ભોગોનો લાભ તો નિષ્ફલ જ છે. (રપ) અશુચિરસથી ઉત્પન્ન થયેલા, માત્ર બહારથી જ મનોહર અને વિષ્ઠાની કોટડી એવા મનુષ્યોના શરીરમાં કોણ રાગ કરે? અન્ય અન્ય યુવતિનો સંગ કરવામાં રસિક, ધજાના અગ્રભાગની જેમ ચપલચિત્તવાળા, ક્ષણમાં રક્ત અને ક્ષણમાં વિરક્ત સ્વભાવવાળા પુરુષોમાં પણ કોણ રાગ કરે? સુકુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે ચિત્રવાળી ભીંતમાં આલેખાયેલા પણ ૫૨પુરુષને જોઇને સૂર્યબિંબની જેમ દૃષ્ટિને પાછી ખેંચી લેવી યોગ્ય છે. જેમ આંધળો માણસ પાંગળા માણસને સહાય માટે કહે તે યોગ્ય નથી, જેમ વૃદ્ધાવસ્થાથી વ્યાકુળ બનેલ માણસ ચાલી ન શકનાર પુરુષને સહાય માટે કહે તે યોગ્ય નથી, જેમ વિટપુરુષની સાથે બોલવું યોગ્ય નથી, તેમ પરપુરુષ સાથે બોલવું પણ કુલીન સ્ત્રીઓ માટે યોગ્ય નથી. યૌવન અને જીવનને અતિશય પવનથી હણાયેલા શરદઋતુના વાદળાનો વિલાસ જાણીને (=શરદઋતુના વાદળની જેમ અનિત્ય જાણીને) મનને અકાર્યમાં