________________
૬૪- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૃગાપુત્રનું દૃષ્ઠત મનથી દુઃખી થયો, દેહથી દુઃખી થયો અને ઇંદ્રિયોની પરાધીનતાથી પીડા પામ્યો. આવી સ્થિતિમાં અઢીસો વર્ષનું દીર્ઘ આયુષ્ય પાળીને તે મૃત્યુ પામ્યો. રત્નપ્રભા પૃથ્વીના ઉત્કૃષ્ટ કાલ સ્થિતિવાળા નરકોમાં નારકપણે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને મૃગાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ગર્ભમાં આવ્યો ત્યારથી મૃગાદેવીના શરીરમાં તીવ્રવેદના ઉત્પન્ન થઈ. તથા તે દેવી રાજાને અપ્રિય બની. રાજા તેનું નામ પણ લેવાનું ઇચ્છતો નથી. તેથી મૃગાદેવી તે ગર્ભને ગર્ભપાતના ઘણા ઉપાયોથી ગર્ભપાત કરાવે છે, પણ ગર્ભપાત કરાવવામાં સમર્થ ન થઈ. એથી અનિચ્છાએ અતિશય દુ:ખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. તે બાળકની આઠ નાડીઓ ગર્ભની અંદર રુધિર આદિને ઝરાવે છે. આઠ નાડીઓ પરૂને ઝરાવે છે. આઠ નાડીઓ લોહીને ઝરાવે છે. બે નાડીઓ કાનના આંતરામાં, બે નાડીઓ આંખોના આંતરામાં વારંવાર પરૂ અને લોહીને ઝરાવતી રહે છે. ગર્ભમાં રહેલા તે બાળકને ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થયો. તે બાળક જે આહાર કરે છે તે જલદી નાશ પામે છે, અને લોહીરૂપે પરિણમે છે. ત્યારબાદ મૃગાદેવી તે કઢંગા શરીરવાળા અને આંધળા બાળકને જન્મ આપીને ભય પામી. પછી ધાવમાતાને બોલાવીને કહ્યું: આ બાળકને એકાંતમાં ઉકરડામાં છોડી દે. ધાવમાતાએ આ વિષે રાજાને પૂછ્યું. તેથી રાજાએ મૃગાદેવીની પાસે આવીને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયા! આ તારો પહેલો ગર્ભ છે. તેથી જો તું આનો ત્યાગ કરીશ તો તારી પ્રજા (=બાળકો) સ્થિર નહિ રહે. તું એકાંત ભોંયરામાં છૂપી રીતે ભક્ત-પાનથી પાલન કર. જેથી તારી પ્રજા સ્થિર થાય. તેથી તે મૃગાદેવી તે જ પ્રમાણે કરતી રહે છે.
મૃગાપુત્રના આગામી ભવો શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવન્! તે બાળક મૃત્યુ પામીને ક્યાં જશે? ભગવાને કહ્યું: હે ગૌતમ! (૧) અહીં છવ્વીસ વર્ષ જેટલા કાલને પૂર્ણ કરીને વૈતાઢ્ય પર્વતની પાસે સિંહ થશે. (૨) ત્યાં ક્રૂર અને જીવઘાતમાં તત્પર તે ઘણાં પાપકર્મો ઉપાર્જને ઉત્કૃષ્ટકાલ સ્થિતિવાળી રત્નપ્રભા પૃથ્વીમાં નારક થશે. (૩) ત્યારબાદ સાપ તરીકે ઉત્પન્ન થઇને શર્કરાખભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૪) પછી પક્ષીરૂપે ઉત્પન્ન થઈને વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૫) ત્યારબાદ સિંહરૂપે ઉત્પન્ન થઈને પંકપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૬) ત્યારબાદ સર્પ થઈને ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૭) ત્યારબાદ સ્ત્રી થઈને તમ:પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૮) ત્યારબાદ પણ મનુષ્ય થઈને નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૯) ત્યારબાદ નરકમાંથી નીકળીને મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર અને સુસુમાર આદિ જલચર જીવોમાં સાડાબાર લાખ કુલકોટિમાં એક એક યોનિ પ્રકારમાં અનેક લાખ વાર મરી મરીને १. "अट्टदुहट्टवसट्टे"त्ति आर्तो मनसा दुःखितः, दुःखार्तो देहेन, वशार्तस्तु इन्द्रियवशेन पीडितः, ततः कर्मधारयः । २. कुलकोटी-एकेन्द्रियादीनां जातिविशेषः, यथा द्वीन्द्रियाणां गोमये उत्पद्यमानानां कृम्याद्यनेकाकाराणि कुलानि । (પ્રવચન સારોદ્ધાર વગેરેમાં કુલકોટિનું વર્ણન છે.)