________________
૪૬- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શિાંતિનાથચરિત્ર વર્ષાવતું તે સરોવર જાણે તે સ્વબંધુની બુદ્ધિથી સર્વત્ર કુમારના માર્ગને સિંચે છે. કમળના પત્રોથી મિશ્રિત દૂર સુધી ઉછળેલા ઘણા તરંગોવાળું તે સરોવર જાણે ગુણોથી મહાન રાજપુત્રને પૂજાની સામ્રગી ફેંકે છે=અર્પણ કરે છે. પછી હાથીણીના સમૂહથી અનુસરાયેલ શ્રેષ્ઠ હાથીના કલભની જેમ પ્રિયાઓથી પરિવરેલા તે રાજકુમારે જલક્રીડા કરવા માટે સરોવરમાં પ્રવેશ કર્યો. તેણે સરોવરમાં પ્રવેશ કર્યો ત્યારે જાણે હર્ષ પામેલું તે સરોવર તરંગોરૂપી ભુજાઓથી નૃત્ય કરે છે, અને હંસ, સારસ, બતક, ચક્રવાક પક્ષીઓના અવાજોથી ગાય છે.
વૈરી વિદ્યાધરે કરેલા ઉપદ્રવો શક્રેન્દ્ર અપ્સરાઓની સાથે માનસ સરોવરમાં જલક્રીડા કરે તે રીતે કુમાર પ્રિયાઓની સાથે પૂર્ણપણે ક્રીડા કરી રહ્યો છે. પૂર્વે બલદેવના ભવમાં જે દમિતાર વિદ્યાધરનો વધ કર્યો હતો તે સંસારમાં ભમીને વૈતાદ્યપર્વત ઉપર વિદ્યુદંષ્ટ્ર નામે વિદ્યાધર થયો, તે કોઈપણ રીતે ત્યાં આવ્યો. પૂર્વભવના વૈરના કારણે કુમારને જોઇને કેષવાળો થયો. તેથી પર્વતની ગુફાને બહેરી બનાવનારા ભયંકર અવાજથી તેણે કુમારને બોલાવ્યો. ક્ષોભ પામ્યા વિના સિંહ હાથીને જુએ તે રીતે કુમાર તેને લીલાથી જુએ છે. પછી વિદ્યાધરે તેને કહ્યું: હે દુષ્ટ ! યુદ્ધ માટે તૈયાર થા. જો તું “નથી કહ્યું” એમ કહીશ તો તને યમની પાસે લઈ જઈશ. પછી કુમારે તેને કહ્યું: તારી આગળ તૈયાર થઈને શું કરવું? ક્યાંય શિયાળ સાથે યુદ્ધ કરવા માટે સિંહ તૈયારી કરે છે? કુમારે આ પ્રમાણે કહ્યું એટલે ગુસ્સે થઈને હોઠને દાંતથી જેણે કરડ્યો છે એવા અને ભૃકુટિથી ભયંકર એવા તેણે ભયાનક પર્વતને વિકુર્તીને તેના ઉપર મૂક્યો. જરાપણ વ્યાકુલ બન્યા વિના તે કુમારે જેવી રીતે પવન વાદળસમૂહને અથડાવવાથી અવાજ કરાવે તે રીતે વજ જેવા મુષ્ટિઘાતોથી તેને જોરથી ચીસ પડાવી. પછી ફરી પણ ગુસ્સે થયેલા વિદ્યાધરે ક્ષણવારમાં નાગપાશોથી ચંદનનું વૃક્ષ ચોતરફ બંધાય તે રીતે નાગપાશોથી તેને ચોતરફથી બાંધી દીધો. અંગ-ઉપાંગો જેણે પ્રસાર્યા છે એવા વજાયુધના તે બંધનો પણ દુર્જનના સ્નેહસંબંધોની જેમ અર્ધક્ષણમાં તૂટી ગયા. આ પ્રમાણે તે કુમારનું અતિશય અદ્ભુત ચરિત્ર જોઈને તે મરણથી ભય પામ્યો. તેનું શરીર કંપવા માંડ્યું. આવો તે વિદ્યાધર પલાયન થઈ ગયો.
ઇંદ્ર કરેલી સ્તુતિ આ દરમિયાન વિશાળ અવધિજ્ઞાનથી પૃથ્વીતળનું નિરીક્ષણ કરતા અટ્યુત દેવલોકના ઇંદ્ર કોઈપણ રીતે વજાયુધને જોયો. ત્યારબાદ અસાધારણગુણોથી ઉત્પન્ન થયો છે ઘણો બહુમાન જેને એવો તે ઇન્દ્ર અહીં ઘણા પુણ્યથી અલંકૃત શરીરવાળા કુમારની