________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૫૧ વજાયુધે કરેલી સંસાર સ્વરૂપની વિચારણા આ તરફ- અનંતવીર્યનો જીવ જે દેવ થયો હતો તે દેવ પણ અશ્રુત દેવલોકમાંથી અવીને વજાયુધરાજાનો સહસાયુધ નામનો પુત્ર થયો. હવે સુસમૃદ્ધ રાજ્યનું પાલન કરીને એકવાર રાત્રિના છેલ્લા પહોરે નિદ્રામાંથી જાગેલો વજાયુધ રાજા આ પ્રમાણે વિચારે છે. સંસાર શ્મશાન જેવો છે. જુઓ સંસારરૂપ શમશાનમાં દુર્જય મોહરૂપ પિશાચ ભમી રહ્યો છે. કષાયરૂપી ગીધડાઓનો સમૂહ રહેલો છે. દુર્ધર ધનતૃષ્ણારૂપ શાકિનીઓનો સમૂહ ફરી રહ્યો છે. પ્રજવલિતરાગરૂપ અગ્નિમાં નાખેલા ઘણા જીવોરૂપ શરીરો બળી રહ્યા છે. કામરૂપી વિકરાળ જ્વાલાઓ છે. પ્રષિરૂપ ધૂમાડાની શિખાઓ ફેલાઈ રહી છે. મિથ્યાત્વરૂપી સર્પો ફરી રહ્યા છે. અશુભ પરિણામરૂપ ભયંકર હાડકાં રહેલાં છે. અતિશય સ્નેહરૂપ થાંભલો ખોસવામાં આવ્યો છે. ઘણા રોગોરૂપ અંગારાઓથી દુઃખે કરીને જોઈ શકાય તેવો છે. બધા સ્થળે ઉત્પન્ન થયેલા લોકકલહથી હાંડલીઓનો સમૂહ ભંગાઈ રહ્યો છે. ગીત અને વાજીંત્રના ઉગ કરનારા અને રોવાના વિષમ સ્વરો સંભળાઈ રહ્યા છે. ભેગા કરેલા ઘણાં ધનના વિવિધ ઘડાઓનાં વિવિધ ઢાંકણાં (કોડિયાં) ઠેક ઠેકાણે સ્થાપેલાં છે મૂકેલાં છે. કૃષ્ણ વગેરે અશુભ લેશ્યારૂપ યથેચ્છ અવાજ કરતી શિયાળવીઓથી ભયંકર છે. અજ્ઞાનરૂપ દુષ્ટ ચંડાળથી લેવાયેલ છે, અર્થાત્ ત્યાં અજ્ઞાનરૂપ દુષ્ટ ચંડાલ રહેલો છે. દુર્જનોરૂપ પક્ષીવિશેષ (ગીધો) કર કર અવાજ કરી રહ્યા છે. તેમાં અતિદુસહ પરિભ્રમણરૂપ નિર્દય ઘણો પક્ષીસમૂહ પડી રહ્યો છે. વિષયોના (=વિષયોની લોલુપતાના) કારણે ઘણા જીવો માંસરૂપ કાદવમાં ખુંચેલા જોવામાં આવે છે. વારંવાર અશુચિનો સ્પર્શ થાય છે. અહો! સંસાર શ્મશાન જેવો છે.
આવા સંસારમાં પડેલા જીવોને સ્વપ્નમાં પણ સુખ ક્યાંથી હોય? સંસારમાં રહેનારા મારું પણ ડહાપણ ક્યાંથી હોય? અર્થાત્ હું સંસારમાં રહું એ ડહાપણ નથી. અહીં પણ જો સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિશુદ્ધતપરૂપ સુભટોને ક્રમશઃ ચારે દિશામાં ઉત્તરસાધકરૂપે સ્થાપીને, શ્રમણવેષને ધારણ કરીને, જિનશાસનરૂપ માંડલામાં બેસીને, પ્રયત્નપૂર્વક બે પ્રકારની શિક્ષારૂપ શિખાબંધ આપીને, મોહરૂપ પિશાચ આદિથી ઉત્પન્ન કરાયેલા સર્વ ઉપસર્ગોને સહન કરીને, ઘણા પ્રકારની સામાચારી રૂપ પુષ્પોથી ઉત્સાહ પ્રાપ્ત કરીને, મનમાં ક્ષોભ પામ્યા વિના, સર્વ ઇંદ્રિયોના પ્રચારનો વિરોધ કરીને, અર્થાત્ સર્વ ઇંદ્રિયોને વિષયોથી વિમુખ કરીને વિધિપૂર્વક સિદ્ધાંતરૂપ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવોને ઇચ્છિત સર્વ સુખો મળે છે. પછી જ્યારે
૧. પ્રાપ્ત શબ્દકોશમાં સિદ્ધ શબ્દનો પક્ષીવિશેષ અર્થ જણાવ્યો છે. આથી અહીં સિદ્ધ ના સ્થાને એમ હોવું
જોઇએ. અથવા સિદ્ધ પણ પક્ષીવિશેષ હોય એમ સંભવે છે.' ૨. અહીં મૂળગ્રંથમાં માવાના સ્થાને સાવ એમ હોય તો પરિભ્રમણરૂપના સ્થાને આપત્તિરૂ૫ એવો પ્રયોગ વધારે
સંગત જણાય છે. ૩. શિખાબંધ આપીને એટલે મસ્તકે વાળની ચોટલી બાંધીને. જૈનેતરોમાં જાપમાં ચોટલી બાંધવાનો વિધિ હશે.
એથી અહીં શિખાબંધ આપીને એમ લખ્યું હોય એમ સંભવે છે. ઉ. ૫ ભા. ૧