________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૯ થયેલા બાજે કહ્યું: એ પ્રમાણે કર. કુમારે પણ નીચેથી જોખવાનો કાંટો ત્યાં મંગાવ્યો. પછી એક ત્રાજવામાં પારેવાને રાખ્યું. બીજા ત્રાજવામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂક્યું. હર્ષ પામેલો કુમાર જેમ જેમ સ્વશરીરનું માંસ નાંખતો ગયો તેમ તેમ પારેવો દેવમાયાથી અધિક વધતો ગયો. કુમાર બહારથી શરીરને કાપતો અને અંદરથી કર્મોને કાપતો શરીરની પીડાને જરાપણ ગણતો નથી. તે મનમાં આ પ્રમાણે વિચારે છે- જો બાહ્ય અસ્થિર અને અશુભ દેહથી આંતરિક સ્થિર અને શુભધર્મ મેળવાય છે તો હે જીવ! શું અયોગ્ય છે? જો માંસ લેવામાં પણ મને આટલી વેદના થાય છે તો આ પારેવાને મરણમાં કોણ જાણે કેટલી વેદના થાય? જો બીજા કાળે પણ અન્ય નિમિત્તથી કોઈપણ રીતે મરવું છે તો આજે પણ રક્ષા કરનારાઓનું શ્રેષ્ઠ મરણ યોગ્ય છે, અર્થાત્ અન્યની રક્ષા કરવામાં થતું મરણ શ્રેષ્ઠ છે. વિકસિતમુખવાળા અને ધીર તે કુમારની આવી શુભ ભાવના પારેવાની સાથે પ્રતિસમય અધિક વધવા લાગી. તેથી શરીરની મમતા છોડીને તેણે પોતાનું શરીર ઘણું કાપી નાખ્યું. છતાં માંસ પારેવાના ત્રાજવાના સમભાગે થઈ શકતું નથી. તેથી (કુમારને થયું કે હું જ ત્રાજવામાં બેસી જવું, જેથી બન્ને ત્રાજવા સમાન થઈ જાય. એમ વિચારી કુમાર ત્રાજવામાં બેસવાનો પ્રયત્ન કરે છે તેટલામાં) વિદ્યાસિદ્ધ વગેરે સિદ્ધપુરુષો, યક્ષો, કિન્નરો, રાજા, અંતઃપુર અને નગરલોકો હાહારવ કરવા લાગ્યા, અને ઘણા દુઃખથી રડવા લાગ્યા, આમ છતાં ઇદ્રની છાતી જેવા વિસ્તૃત યશને લોકમાં વધારતો કુમાર પારેવાની સાથે સ્વયં તે કાંટામાં બીજા ત્રાજવામાં) બેસી ગયો.
દેવે કરેલી વજાયુધની પ્રશંસા તેથી વિસ્મય પામેલો દેવ વિચારવા લાગ્યો કે અરે જુઓ! માત્ર તિર્યંચના કામ માટે આ પોતાના દેહને તૃણલતાની જેમ કેવી રીતે મૂકી દે છે? અથવા સજ્જનો સ્વપ્નમાં પણ પોતાના શરીરના સુખને ઇચ્છતા નથી. તેમને તે જ સુખ છે કે જે પરકાર્ય માટે કુલેશ પામે છે, અર્થાત્ પર કાર્ય કરવામાં આવતા દુઃખને જ સજ્જનો સુખ માને છે. ધીરપુરુષોનાં ચંદ્રકિરણ જેવાં નિર્મલ ચિત્તો પ્રકૃતિથી જ સ્વકાર્યમાં પરાભુખ થાય છે, અને પરકાર્યમાં સંમુખ (=તત્પર) થાય છે. સૂર્યનું વિશ્વમાં પ્રકાશ કરવા સિવાય બીજું કોઈ જ સ્વકાર્ય નથી. (૧૦૦) મહાપુરુષો પ્રાર્થનાની અપેક્ષા રાખ્યા વિના જ પરકાર્ય કરે છે, અર્થાત્ બીજાઓ મને કહે કે મારું કાર્ય કરી આપો તો કાર્ય કરું એમ બીજાની પ્રાર્થનાની અપેક્ષા વિના જ પરકાર્ય કરે છે. પાણી માટે મેઘને વર્ષવા માટે કોણ પ્રાર્થના કરે છે? ચંદનવૃક્ષોને, પર્વતોને તથા ગુણોથી મહાન અને જલને ધારણ કરનાર વાદળોને વિધિએ લોકમાં પરકાર્ય માટે બનાવ્યા છે. આ પ્રમાણે વિચારીને વૈક્રિયરૂપને (=બાજપક્ષીના રૂપને) અદશ્ય કરીને અને ૧ જગ્ય=એ સપ્તમી વિભક્તિ હેતુ અર્થમાં છે. જેમ કે- વર્ષમાં દીપિ નિ !