________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૫૫ સૌપમેન્ટે કરેલી પ્રભુસ્તુતિ હે પ્રભુ! આપ ત્રણ લોકના પિતામહ છો, આપે પરમાર્થોને તત્ત્વોને પ્રગટ કર્યા છે. આપ તારવા માટે સમર્થ છો. આપ ભવરૂપી નિબિડ દાવાનલ ઉપર જલવર્યા કરનારા છો. આપ જગદ્ગુરુ છો. આપ જય પામો! આપને નમસ્કાર થાઓ. હે લોકનાથ! આજે આપનાં દર્શનથી આત્માને મુક્તિરૂપી લક્ષ્મીથી મારા ઉપર ફેંકાયેલા કટાક્ષથી ઓળખાયેલો અને પુણ્યથી યુક્ત માનું છું. હે અદ્વિતીય વિશ્વબંધુ! આપનાં દર્શન થયે છતે દુઃખની ખાણ પણ સંસાર મને મોક્ષની જેમ ક્ષણવાર અપૂર્વ કંઈક સુખ ઉત્પન્ન કરે છે. તે જિનવરેન્દ્ર! આજે ભાવશત્રુ માટે પ્રલયકાળ સમાન આપનાં દર્શન થયે છતે હું ચોક્કસ મોહરૂપ કોટવાળ વડે સંસારરૂપ કેદખાનામાંથી મુક્ત કરાયો છું. હે જિન! રાગાદિ ચારથી પીડાયેલા જીવોને આપ જ શરણ કરવા લાયક છો. તેથી આ દીનજને આપના ચરણકમળનો આશ્રય કર્યો છે. તેથી રાગ-દ્વેષરૂપ મહાન ભિલ્લના ભાલાના શલ્યની *પીડાથી દીન હૃદયવાળા આ લોકોની ઉપેક્ષા કરવી એ આપના જેવા માટે “ઉચિત નથી. હે પ્રભુ! અગણિત સ્વદુઃખોને સર્વજ્ઞ એવા આપની પાસે શું કહું. (જ્ઞાનથી આપ બધું જાણો જ છો.) તેથી તે સ્વામી! આપ કરુણાથી જે યોગ્ય હોય તે કરો. મને આપની સેવાથી રહિત એવો સંપત્તિનો સંગમ જે થયો તેને પણ હું સન્નિપાતરોગીના સાકરના ભોગ સમાન માનું . હે લોકનાથ! આપના વચનરૂપ સાર્થવાહને છોડીને સંસાર-અટવીમાં પરિભ્રમણ કરતા જીવો વિષયરૂપ ચોરોથી ક્યાં ચોરાયા નથી ? અર્થાત્ બધે જ ચોરાયા છે. તે વિશ્વનાથ! આપ હિતમાં તત્પર માતા છો, પિતા છો, મિત્ર છો, બંધુ છો, ગુરુ છો. ભવમાં દુઃખી બનેલા અમને આપ જ દુઃખથી બચાવનારા છો. આપ જ આશ્રય આપનારા છો. તેથી હે પ્રભુ! મારા ઉપર આપ આપની કરુણારસથી પૂર્ણ દૃષ્ટિ કરો. કારણ કે ગુણોથી મહાન પુરુષો પ્રણામ કરનારા સમુદાય પ્રત્યે પરા મુખ થતા નથી. તેથી હે મહાયશસ્વી! તેવું કરો કે જેથી આપના ચરણકમલમાં નમેલો અને મોક્ષની અભિલાષાવાળો આ જન મોક્ષસુખની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય. ઇંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરીને શાંતિજિનને માતાની પાસે લઈ જાય છે અને જિનના ઘરને રત્ન-સુવર્ણ આદિના નિધાનોથી ભરે છે. જન્મોત્સવ સંબંધી શેષ કર્તવ્યો જંબૂપ્રજ્ઞપ્તિથી જાણી લેવાં. (૭૫)
૧. વરસ+ગરન=વૃષ્ટિને ફેંકનાર, અર્થાત્ જલવૃષ્ટિને કરનાર. ૨. ઉg(ટાક્ષ)= આંખને ખૂણેથી જોવું. વિક્ષેપ= ફેંકવું. ૩. રાગ-દ્વેષ, મોહ અને અજ્ઞાનતા એ ચાર. ૪. અંત= પીડા. ૫. અનુરિસ=યોગ્ય, ઉચિત.