________________
૫૬- અભયદાન દ્વાર]. " ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન ખુશ થયેલા માતા-પિતાએ મહાન જન્મોત્સવ કરાવીને શુભ-તિથિ-નક્ષત્રમાં, પ્રભુ ગર્ભમાં હતા ત્યારે ઉપદ્રવની શાંતિ થઈ હતી તેથી, જિનવરેંદ્રનું “શાંતિ' એવું નામ કર્યું. પચ્ચીસ હજાર વર્ષ સુધી કુમારપદનું પાલન કર્યું. પચ્ચીસ હજાર વર્ષ સુધી માંડલિક રાજ્યપદ ભોગવ્યું. ત્યારબાદ કોઈક વખત જન્માંતરમાં પુષ્ટ કરેલા પુણ્યસમૂહથી ચૌદરત્નનો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે- સેનાપતિ, ગાથાપતિ (=ભંડારી), પુરોહિત ( શાંતિકર્મ કરનાર), હાથી, અશ્વ, વર્ષકિ (=સુથાર) સ્ત્રીરત્ન, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખગ=તલવાર, દંડ. પછી સંપૂર્ણ ભરતક્ષેત્રને સાધી નીચે જણાવેલી વસ્તુઓના અધિપતિ બનીને મહાચક્રવર્તી બન્યા. ૧. સેનાપતિ– યુદ્ધ કરવામાં ઉપયોગી બને છે. ૨. ગાથાપતિ- ચક્રવર્તીનો ભંડાર સંભાળે છે. ૩. પુરોહિત– શાંતિકર્મના વિધિ-વિધાનો કરાવે છે. ૪. હાથી– છ ખંડ જીતવા જાય વગેરે પ્રસંગે ચક્રવર્તી તેના ઉપર બેસે છે. ૫. અશ્વ- સેનાપતિ તેના ઉપર બેસીને યુદ્ધ કરે છે. એક ક્ષણમાં સો યોજન જઈ શકે છે. મોટા મોટા
ખાડાવાળા અને ટેકરાવાળા પ્રદેશમાં પણ સહેલાઇથી ચાલી શકે છે. ૬. વધેકિ– ચક્રવર્તીનું સૈન્ય જ્યાં પડાવ નાખે ત્યાં સર્વ સૈન્ય માટે આવાસો બનાવે. સૈન્યનો પડાવ
વિસ્તારમાં નવ યોજન અને લંબાઇમાં બાર યોજન હોય છે. ૭. સ્ત્રીરત્ન- ચક્રવર્તી તેની સાથે વિષયસુખો ભોગવે છે. ૮. ચક્ર- ચક્રવર્તી છ ખંડ જીતવા જાય ત્યારે ચક્ર સર્વથી આગળ ચાલે છે. જે તરફ ચક્ર ચાલે તે તરફ
ચક્રવર્તી સૈન્ય સહિત જાય છે. ચક્ર હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. ૯. છત્ર- ચક્રવર્તી છ ખંડ જીતવા જાય ત્યારે વર્ષાદ અને તાપ વગેરેથી બચવા માટે છત્રનો ઉપયોગ
કરવામાં આવે છે. સેનાની છત્રરત્નનો સ્પર્શ કરે એટલે તે વધવા માંડે=પહોળું થવા માંડે. વધતાં વધતાં
જરા વારમાં સૈન્યના વિસ્તાર જેટલું પહોળું થાય. ૧૦. ચર્મ- દેવો ઉપદ્રવ કરવા માટે મુશળધાર વર્ષાદ વર્ષાવે ત્યારે પૃથ્વી મેઘના જળથી પૂરાઈ જાય છે. આ
સમયે સૈન્યનું રક્ષણ કરવા માટે ચર્મરત્નનો ઉપયોગ થાય છે. ચક્રી ચર્મરત્નનો સ્પર્શ કરે એટલે ચર્મરત્ન બારયોજન લાંબું અને નવયોજન પહોળું બની જાય છે. ચક્રીનું સંપૂર્ણ સૈન્ય એના ઉપર સમાઇ જાય છે. આ વખતે સમુદ્રના મધ્યભાગમાં જમીન હોય તેવો ચર્મરત્નનો દેખાવ થાય છે. તથા સૈન્ય માટે ધાન્ય, શાક ફળો વગેરે તૈયાર કરવા એનો ઉપયોગ કરવામાં આવે છે. ચર્મરત્ન ઉપર સવારે વાવેલાં ધાન્ય વગેરે સાંજે તૈયાર થઇ જાય છે. તથા છ ખંડ જીતવા માટે જતાં રસ્તામાં નદી-સમુદ્ર વગેરેને ઓળંગવામાં પણ ચર્મરત્નનો
ઉપયોગ થાય છે. આખું સૈન્ય તેના ઉપર ચાલીને સામા કિનારે પહોંચી જાય છે. ૧૧, મણિ- રાત્રે સૈન્યની છાવણીમાં પ્રકાશ પાથરે છે. છત્રના દંડ ઉપર મૂકાયેલું મણિરત્ન સંપૂર્ણ છાવણીમાં
પ્રકાશ પાથરે છે. તથા એના પ્રભાવથી ઉપદ્રવો થતા નથી. ૧૨. કાકિણી- ચક્રી ગુફામાં પ્રવેશ કરે ત્યારે એક એક યોજન પછી કાકિણીરત્નથી મંડળો આલેખે છે. ૧૩. ખગ- યુદ્ધમાં સેનાની તેનાથી યુદ્ધ કરે છે. ૧૪. દંડ- સેનાની ગુફાનાં બંધ બારણાઓને દંડરત્નથી ઠોકે છે. તેથી તે બારણાં ખુલ્લી જાય છે. પછી
ચક્રવર્તી ગુફામાં પ્રવેશ કરે છે. તથા ઊંચી-નીચી જમીનને સમાન કરવામાં દંડ ઉપયોગી બને છે. અહીં જણાવેલા ક્રમ પ્રમાણે પ્રથમનાં સાત રત્નો પંચંદ્રિય છે. પછીનાં સાતરત્નો એકેંદ્રિય છે.