________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૭ પાસે આવ્યો. ત્યારબાદ સુવર્ણ જેવી નિર્મલ પત્નીઓની મધ્યમાં બેઠેલા અને ચંપકલતાથી વીંટળાયેલા કલ્પવૃક્ષની શોભાની વિડંબના કરતા કુમારને જોયો. (૫૦) આ તીર્થંકર થશે તેથી ઉછળતી ઘણી ભક્તિવાળા અશ્રુતકલ્પના દેવેન્દ્ર તેની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. પુત્રવતી સ્ત્રીઓમાં તે જ મુખ્ય છે અને સર્વ જીવોથી પ્રશંસનીય છે કે જેણે પોતાની કુલિરૂપી ગુફામાં પુરુષોમાં સિંહ સમાન આપને ધારણ કર્યા. તે જ પ્રશંસનીય છે કે જે આપના જનક(-પિતા) છે. કુલપણ તે જ શ્રેષ્ઠ છે કે જે કુલમાં રત્નની ખાણોમાં રત્ન ઉત્પન્ન થાય તેમ આપ નરરત્ન ઉત્પન્ન થયા. તે શ્રેષ્ઠ અનંતગુણોના નિધાન! હે રાજપુત્ર! જેના બે ચરણકમલમાં વિશ્વપણ ભ્રમરકુલ થશે તેવા આપની અમે શું સ્તુતિ કરીએ? આ ભવથી પાંચમા ભવમાં તીર્થકરપદ પામીને પ્રસન્ન થઈને આપ મારું તેવું કંઇપણ કરજો કે જેથી હું ફરી સંસારમાં ન જન્યું. આ પ્રમાણે સ્તુતિ કરીને દેવલોકમાં ગયો. અથવા ગુણીજીવોની સ્તુતિથી દેવલોકમાં જવાય એમાં શું આશ્ચર્ય છે.
પ્રાણના ભોગે પણ પારેવાનું રક્ષણ કર્યું ચિત્તને અંકુશમાં રાખનાર (=સ્તુતિ થવા છતાં અભિમાન ન કરનાર) કુમાર પણ પોતાના સ્થાનમાં ગયો. તે રથયાત્રાઓ અને જિનેન્દ્રનાં મંદિરોમાં પૂજા કરાવતો હતો. સુપાત્રોમાં દાન આપતો હતો. સાધર્મિકોનું વાત્સલ્ય કરતો હતો. વિનય કરવાને યોગ્ય જીવોનો વિનય કરતો હતો. સત્કાર કરવાને યોગ્ય જીવોનો સત્કાર કરતો હતો, અકલ્યાણ મિત્રોનો દૂરથી ત્યાગ કરતો હતો. જીવદયામાં વિશેષથી પ્રવૃત્ત થયેલો તે અભયદાન આપતો હતો. ઇદ્ર સહિત દેવોથી પણ ધર્મથી ચલિત કરાતો ન હતો. હવે એકવાર સૌધર્મસભામાં બેઠેલા ઈંદ્ર હર્ષ પામીને વજાયુધના ગુણોની સ્તુતિ કરી. મેરુનું શિખર હજી પડે, સર્વ પૃથ્વીવલય હજી ઉછળે, પણ વજાયુધ જીવદયા વગેરે ધર્મથી ચલિત ન થાય. ઇંદ્રના તે વચનની શ્રદ્ધા ન કરતો એક દેવ વજાયુધ રાજપુત્રની ધર્મપરીક્ષા કરવા માટે આવ્યો. તે દેવે (દિવ્યશક્તિથી) પારેવું વિકુવ્યું. ભય પામેલું તે પારેવું પૌષધશાળામાં રહેલા વજાયુધના ચરણોને વળગી પડ્યું. દીન બનેલા તેણે મનુષ્યભાષામાં કહ્યું: હે ધીર! તમે મારું રક્ષણ કરો, રક્ષણ કરો. હે શરણાગત વત્સલ રાજપુત્ર! હું તારા શરણે રહેલો છું. તેથી કુમારે વિચાર્યું કે તિર્યંચો બોલે તે મહાન આશ્ચર્ય છે. તેથી આ કોઈ કપટ હોવું જોઇએ. અથવા અહીં આ વિચારવાથી સર્યું. આ લંપટ દેવ કે વિદ્યાધર જે કોઈ હોય તે ભલે હોય પણ મારે તેનું રક્ષણ કરવું જોઇએ. કારણ કે તે દીન બની મારે શરણે આવ્યું છે. ભય પામેલ અર્થીલોક શરણે આવે ત્યારે જેની દૃષ્ટિ (રક્ષણ કરવામાં) પરા મુખ થાય છે, સદા દીન હૃદયવાળો તે જીવતો હોવા છતાં શું જીવે છે? અર્થાત્ મરેલો છે. વ્યાકુળ બનેલાઓનો ઉદ્ધાર કરવામાં જેની લક્ષ્મીનો ઉપયોગ થયો, જેણે શરણે