________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૩ તે રીતે સુવર્ણધારાથી વર્ષતો તે યાચકોને શાંત કરતો હતો. ઉપદ્રવરહિત રાજ્યનું પાલન કરતો હતો. યશના ફેલાવાથી તેણે દ્વીપના અંત સુધીના ભાગને શ્વેત (=નિર્મલ) કરી દીધો હતો. ઉચિત સમયે ધર્મ-અર્થ-કામભોગોનું સેવન કરતો હતો. હવે કોઈવાર સ્વર્ગના સુખોને અનુભવીને તે અપરાજિતનો જીવ અય્યત દેવલોકમાંથી ચ્યવીને અનેક પ્રાર્થનાઓના સમૂહથી ઉત્તમ સ્વપ્નના લાભપૂર્વક રત્નમાલાના ગર્ભમાં પુત્રપણે ઉત્પન થયો. તેના દોહલા પૂર્ણ થયા. આથી ગર્ભ પુષ્ટ થયું. તેણે ઉચિત સમયે સુખપૂર્વક ગુણરૂપી રત્નોથી અલંકૃત પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ થતાં જેની મનોહર કમર કંપવા લાગી છે, જેની સ્તનરૂપ શિલા ઉપર રહેલી હારરૂપી લતા ઘૂમવા લાગી છે, જેનાં વસ્ત્રો અને અંબોડો ખસી ગયા છે, જેનું મુખરૂપ કમલ અત્યંત વિકાસ પામ્યું છે, એવી પ્રિયંવદા નામની દાસીએ સહસા ઉતાવળથી પ્રવર્તેલી અને ઉત્સુકતા ભરેલી ગતિથી રાજા પાસે જઈને રાજાને (પુત્રજન્મની) વધામણી આપી. હર્ષિત અંગોવાળા રાજાએ પણ દાસીને અતિશયઘણું દાન આપ્યું. પછી નગરમાં મહાવિભૂતિથી વર્યાપનક (=જન્મમહોત્સવ) કરવાનો આદેશ આપ્યો.
એ વધુપનકમાં દેવોની પૂજા કરવામાં આવે છે. ગુરુપરિવારોનું સન્માન કરવામાં આવે છે. ઘણું દાન આપવામાં આવે છે. કેદી વર્ગને છોડવામાં આવે છે. તોરણો બાંધવામાં આવે છે. સુવર્ણકલશો સજાવવામાં આવે છે. શેરી (=મહોલ્લા)ના આગળના ભાગોને ગોશીર્ષ-ચંદનરસથી સિંચવામાં આવે છે ( ગોશીર્ષ ચંદનનો રસ છાંટવામાં આવે છે.) અગણિત ગંભીર વાજિંત્રોના સમૂહો વગાડવામાં આવે છે. સર્વત્ર માંગલિકો ગાવામાં આવે છે. નગરની નારીઓનો સમૂહ નૃત્ય કરે છે. અભયદાનોની ઘોષણા કરવામાં આવે છે. અતિશય પ્રમોદથી પૂર્ણ અને શ્રેષ્ઠ વેશ્યાઓએ નૃત્ય કર્યું હતું. આ પ્રમાણે નગરમાં સકલ લોકોને આનંદ કરનારું વર્યાપનક કર્યું. પછી સઘળા લોકોનું વિવિધ ખાન-પાનથી સન્માન કરીને તે કુમારનું વજાયુધ નામ રાખ્યું.
વજાયુધના શરીર વગેરેનું વર્ણન ત્યારબાદ શુક્લપક્ષના ચંદ્રની જેમ દેહપુષ્ટિથી અને કલાઓથી ક્રમશ: વધતો તે કુમાર યૌવનને અભિમુખ થયો. વળી જાણે વક્રતા તેના હૃદયમાંથી નીકળીને કેશોમાં પ્રગટ થતી હતી, અર્થાત્ હૃદય સરળ હતું. વાળ વાંકડિયા હતા. જાણે કેશોથી છોડાયેલી કૃશતા કમરમાં વસતી હતી, અર્થાત્ વાળ જાડા હતા અને કમર પાતળી હતી. કમરથી છોડાયેલી વિશાળતા આંખોમાં હતી, અર્થાત્ કમર સાંકડી હતી અને આંખો પહોળી હતી. જાણે કે આંખોથી ત્યજાયેલી સૂક્ષ્મતા બુદ્ધિ પ્રાપ્ત કરી હતી, અર્થાત્ આંખો મોટી હતી અને બુદ્ધિ સૂક્ષ્મ હતી. તેના કામદેવના ધનુષ્યના જેવા વક્ર બાહુયુગલમાં જ વક્રતા હતી. આંખો, હાથરૂપ દંડ, નાશિકા અને હૃદય સરળ હતા. બે જંઘા જ ક્રમશઃ હીન હતી, પણ મૈત્રી હીન થતી ન હતી. ચરણ અને