________________
વિદ્યા
(૧૨૦3)
વિનય સહિત એવી વિદ્યા કયા મનુષ્યના ચિત્તને ન હરે ? (સર્વના મનનું હરણ કરે છે.) (કેમકે-) સુવર્ણ અને મણિને સંયોગ કોના નેત્રને આનંદ ઉપન્ન ન કરે ? (સર્વના નેત્રને આનંદ કરે.) ૩. विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, .
विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता, विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीनः पशुः ॥ ४ ॥
નિતિશતક ( મર). ૦ ૨૬. વિદ્યા એ માણસનું અધિક રૂપ છે, વિદ્યા જ ઢાંકેલું ગુપ્ત ધન છે, વિદ્યા ભેગને કરનારી (તેમજ) યશ અને સુખને કરનારી છે, વિદ્યા ગુરુઓને પણ ગુરુ છે. વિદ્યા પરદેશગમનમાં બંધુજન સમાન છે, વિદ્ય. ઉત્તમ દેવતા છે, વિદ્યા જ રાજાઓમાં પૂજાયેલી છે; પણ ધન પૂજાયેલું નથી. (તેથી) વિદ્યા રહિત માણસ પશુ સમાન છે. 4. વિઘાને ઉપાય
विनयेन विद्या ग्राह्या, पुष्कलेन धनेन वा । अथवा विद्यया विद्या, चतुर्थं नास्ति कारणम् ॥ ५ ॥
વાવવત્ત () વિદ્યા વિનયવડે ગ્રહણ કરી શકાય છે, અથવા પુષ્કળ ધન આપવાથી ગ્રહણ કરાય છે, અથવા પોતાની વિદ્યા આપીને (સામા પાસેથી વિદ્યા ગ્રહણ કરી શકાય છે; આ સિવાય વિદ્યા મેળવવાનું ચાલ્યું સાધન નથી. પ.