________________
(૧૩૬૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર
અ૬૫ ફળવાળી–રસકસરહિત થઈ છે, માણસે કપટી થયા છે, ચિત્ત શઠતાથી છતાયું છે-ચિત્તમાં શઠતા પેસી ગઈ છે, રાજાએ ધન લેવામાં જ તત્પર થયા છે પણ રક્ષણ કરવામાં તત્પર નથી, પુત્રો પિતાના ઉપર દ્વેષી થયા છે, સજજન પુરુષ સદાય છે–દુઃખી થાય છે, અને દુર્જન પુરુષ સમર્થ થાય છે. ૧૧. निर्वाजा पृथिवी गतौषधिरसा विप्रा विकर्मस्थिता
राजानोऽर्थपराः कुधर्मनिरता नीचा महत्त्वं गताः । भार्या भीषु वञ्चनैकहृदयाः पुत्राः पितुर्दैषिणः, इत्येवं समुपागते कलियुगे धन्यः स्थिति नो त्यजेत् ॥१२॥
ધર્મકુમ, g૦ ૨, ૦ ૨૧. (. સ.)* પૃથ્વી બીજરહિત થઈ, ઔષધિ-ધાન્યાદિક રસરહિત થઈ, બ્રાહ્મણે અકાર્ય કરવામાં પ્રવર્યા, રાજાઓ ધન લેવામાં અને અધર્મમાં આસક્ત થયા, નીચ પુરુષ મેટાઈને પામ્યા-ધનિક થયા, સ્ત્રીઓનું હૃદય પતિને છેતરવામાં જ તત્પર થયું, તથા પુત્ર પિતા ઉપર દ્વેષ કરવા લાગ્યા. આ પ્રમાણે કલિયુગ પ્રાપ્ત થયેલ છે, તેમાં કોઈ ધન્ય પુરુષ જ પોતાની સન્માગની સ્થિતિને ત્યાગ કરતું નથી. ૧૨. सन्तः क्वापि न सन्ति सन्ति यदि वा दुःखेन जीवन्ति ते,
विद्वांसोऽपि न सन्ति सन्ति यदि वा मात्सर्ययुक्ताश्च ते । राजानोऽपि न सन्ति सन्ति यदि वा लोभाद्धनग्राहिणो
दातारोऽपि न सन्ति सन्ति यदि वा सेवानुकूलाःक्षितौ॥१३॥