________________
સમસ્યાઓ
( ૧૩૮૧ ) કુંભારને રે –
वने वसति को वीरो योऽस्थिमांसविवर्जितः । असिवत् कुरुते कार्य, कार्य कृत्वा वने गतः ।। १७॥
વિતાનુરી, માન ૩, ૨૦ ૨૪, વનને વિષે એ ક વીર રહે છે? કે જે હાડકાં અને માંસ રહિત છે, તરવાર જેવું કાર્ય કરે છે, અને કાર્ય કરીને પાછો “વનમાં જાય છે. (ઉત્તર-કુંભારનો દે. તેને વનમાં એટલે પાણીમાં રાખવામાં આવે છે, માટીના વાસણ વગેરે કરતી વખતે તે માટીના પીંડાને કાપવાના કામમાં આવે છે, તેથી તે ખડગ જેવું કાપવાનું કાર્ય કરીને પાછો વનમાં એટલે પાણીમાં જાય છે.) ૧૭. કુંભારનું ચક–
पर्वताग्रे रथो याति, भूमौ तिष्ठति सारथिः। चलते वायुवेगेन, पदमेकं न गच्छति ॥ १८ ॥
- માથ, તા ૨૨, રતોવ૨. પર્વતના અગ્રભાગ પર રથ ચાલે છે, અને તેનો સારથિ પૃથ્વી પર રહે છે, તે રથ વાયુવેગની જેમ શીધ્ર ચાલે છે, પરંતુ એક પગલું માત્ર પણ આગળ જતા નથી. (ઉત્તર કુંભારનું ચક્ર, તે પર્વતના આકારવાળા પીંડ ઉપર મૂકવામાં આવે છે, તેને સારથિ કુંભાર પૃથ્વી પર જ બેઠો હોય છે, તે ઝડપથી ફર્યા કરે છે, પણ તે સ્થાનથી જરા પણ આવું જતું નથી.) ૧૮.