________________
(૧૪૦૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર તે પર્વતનું ઉલંઘન કરવું-પર્વતમાં ભટકવું સારું છે; કપટવાળી બુદ્ધિ રાખવી, તે કરતાં તે અલ્પબુદ્ધિ હોય તે સારી છે; અને તીવ્ર લેબ રાખવો, તે કરતાં તે ખાડામાં પડવું સારું છે. ૭૬.
सन्तश्चेदमृतेन किं यदि खलस्तत्कालकूटेन किं, ___ दातारो यदि कल्पशाखिभिरलं यद्यर्थिनः किं तुणः ?। किं कशिलाकया यदि दृशः पन्थानमेति प्रिया,
संसारेऽपि सतीन्द्रजालमपरं यद्यस्ति तेनापि किम् ? ॥७७॥
જો દુનિયામાં સપુરૂષો હોય તો અમૃતનું શું કામ છે ? જો ખળ પુરૂષો હોય તો કાળકૂટ વિષનું શું કામ છે ? જો દાતાર પુરુષ હોય તે કલ્પવૃક્ષોનું શું કામ છે? જે યાચકજને હોય તે તૃણની શી જરૂર છે? જે દષ્ટિના માર્ગમાં પ્રિયા ચાલતી હોય (પ્રિયા પોતાની દૃષ્ટિ પાસે જો હાય) તે કપૂરની સળીનું શું કામ છે? અને જે આ સંસાર છતાં પણ બીજુ ઈંદ્રજાળ હોય તે તે ઇંદ્રજાળથી શું ફળ છે ? કાંઈ જ નહીં. ૭૭. का विद्या कवितां विनाऽर्थिनि जने त्यागं विना श्रीश्च का,
को धर्मः कृपया विना क्षितिपतिः को नाम नीति विना ?। कः सूनुविनयं विना कुलवधूः का स्वामिभक्तिं विना, भोग्यं किं रमणीं विना क्षितितले कि जन्म कीर्ति विना ? ७८
કવિતા વિનાની વિદ્યા શું કામની છે ? યાચક લેને દાન આપ્યા વિનાની લમી શા કામની છે? કૃપા વિનાને