________________
પ્રકીર્ણક કે
( ૧૪૧૭ )
જમાઈ, જઠર (ઉદ૨), જાયા (સ્ત્રી), જાતવેદ (અગ્નિ) અને જળાશય (સમુદ્ર) આ પાંચ જકારવાળા પદાર્થો દુઃખે કરીને ભરી શકાય છે. તેમને પૂર્ણ કર્યા છતાં પણ પૂર્ણ થતાં નથી. (અર્થાત્ જમાઈ તથા સ્ત્રીને અલંકારાદિક ઘણું આપ્યું હોય તે પણ તેમને તૃપ્તિ થતી નથી, હમેશાં પુષ્કળ મિષ્ટાન્નાદિક જમ્યા છતાં ઉદર ખાલી થઈ જાય છે, અગ્નિમાં ઘણા કાષ્ટાદિક નાંખ્યા છતાં તે શાંત થતું નથી, અને સમુદ્રમાં મેઘ તથા નદીઓનું ઘણું જળ આવ્યા છતાં તે ભરાઈ જતો નથી. ) ૧૦૨. ભિક્ષુકની તુંબડી – तन्वी चारुपयोधरा सुवदना श्यामा मनोहारिणी, नीता निष्करुणेन केनचिदहो देशान्तरादागता । उत्सङ्गोचितया तया रहितया कि जीवन प्रेक्षसे, मिक्षो। ते दयिताऽस्ति किं ? न हि न हि प्राणप्रिया तुम्बिका॥१०३॥
સૂમ શરીરવાળી, સુંદર પધર-સ્તનવાળી, સારા મુખવાળી, શ્યામા (જુવાન સ્ત્રી) અને મનને હરણ કરનારી તથા પરદેશથી પ્રાપ્ત થએલી એવી તેણીને અહે! કેઈ નિર્દય માણસ ઉપાડી ગયે. ખેાળામાં બેસવાને ઉચિત એવી તેણના વિના શું તું મારું જીવન જુએ છે? હું જીવી શકીશ એમ તું માને છે? (આવું કઈ ભિક્ષુનું વચન સાંભળી કે પુરુષે તેને પૂછ્યું કે) હે ભિક્ષુ! શું આવી તારી સ્ત્રીને કેાઈ હરી ગયો? અત્યારે ભિક્ષુએ જવાબ આપ્યો કે) ના, ના, તે તે મારી પ્રાણુથી પણ પ્રિય એવી તુંબડી હતી. (તુંબડી પણ પાતળી, સુંદર