________________
( ૧૪૧૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જળને ધારણ કરનારી, સારા મુખવાળી, મનહર, પરદેશથી આવેલી હોય છે. તેમજ ખોળામાં રાખવા લાયક હોય છે. તેના વિના જળને અભાવે જીવિત રહી શકે નહીં.) ૧૦૩. ભિક્ષુકની લાકડી – या पाणिग्रहलालिता सुसरला तन्वी सुवंशोद्भवा, गौरी स्पर्शसुखावहा गुणवती नित्यं मनोहारिणी । सा केनापि हृता तया विरहितो गन्तुं न शक्तोऽस्म्यहं, रे भिक्षो! तव कामिनी न हि न हि प्राणप्रिया यष्टिका ॥१०४॥
કઈ ભિક્ષુક કહે છે કે-જેનું પાણિગ્રહણ કરવાથી મેં લાલન કરેલી છે, જે અંત્યત સરળ છે, જે સૂક્ષ્મ શરીરવાળી છે, જે સારા વંશમાં ઉત્પન્ન થયેલી છે, જે ગૌર વર્ણવાળી છે, જે સ્પર્શના સુખને વહન કરનારી છે, જે ગુણવાળી છે, અને જે મનને હરનારી છે તે કેઈથી હરણ કરાયેલી છે, તેનાથી રહિત હું જવાને માટે શક્તિમાન નથી. (તે સાંભળી કોઈ પુરુષે તેને પૂછ્યું કે ) છે ભિક્ષુકી તેવી તારી કામિની(સ્ત્રી)ને કોઈ હરી ગયે? (ત્યારે ભિક્ષુએ જવાબ આપ્યો કે ) ના, ના, મારી સ્ત્રી નહીં, પરંતુ તે તે મારા પ્રાણથી પણ પ્રિય એવી યષ્ટિક છે. (યષ્ટિ હાથમાં ગ્રહણ કરાય છે, સીધી હોય છે, પાતળી હોય છે, વાંસની હોય છે, ઉજજવળ, સ્પર્શમાં સુખકારક, ગુણવાળી અને મનહર પણ હોય છે. ૧૦૪.