________________
* अनुपूर्ति-श्लोकाः
[ આ વિભાગમાં, પહેલાં જે વિષયના શ્લોકે છપાઈ ગયા છે તે જ વિષયેના બીજા જે સારા સારા લોકો મળી આવ્યા તે દાખલ કરવામાં આવ્યા છે. ]
१ धार्मिक विभाग અહિંસાનું સ્વરૂપ –
अहिंसा नाम यल्लोके, स्वस्वभावप्रवर्तिनाम् । जीवितव्यैकसाराणां, प्राणिनां प्राणरक्षणम् ॥ १॥
પાર્થનાગરિક (gg), ૨, મો. ૭. (જ. લિ. ). પિતપેતાના સ્વભાવ પ્રમાણે વર્તતા અને જીવનને સારભૂત ગણતા એવા પ્રાણીઓનું રક્ષણ કરવું એનું નામ અહિંસા છે. ૧. દયાનું સ્વરૂપ
यत्नादपि परक्लेश, हत्तुं या हदि जायते । इच्छा भूमिसुरश्रेष्ठ !, सा दया परिकीर्तिता ॥ २ ॥
હે દ્વિજ શ્રેષ્ઠ ! બહુ પ્રયત્નથી પણ પારકા દુઃખને દૂર કરવા માટે હૃદયમાં જે ઈચ્છા થાય તેને દયા કહી છે. ૨.