________________
પ્રકોણેક કલાક
( ૧૩૯૩ )
पराधीनं वृथा जन्म, परस्त्रीषु वृथा सुखम् । परंगेहे वृथा लक्ष्मीविद्या या पुस्तके वृथा ॥ ३४ ॥ પરાધીન જન્મ વૃથા છે, પરસ્ત્રીને વિષે જે સુખ તે વૃથા છે, પર ઘરને વિષે જે લક્ષ્મી તે વૃથા છે અને પુસ્તકને વિષે જે વિદ્યા તે પણ વૃથા છે. ૩૪.
नालस्येन समं सौख्यं, न विद्या सह निद्रया । न वैराग्यं प्रमादेन, नारम्भेण दयालुता ॥ ३५ ॥
આલસ્યની સાથે સુખ રહેતું નથી, નિદ્રાની સાથે વિદ્યા રહેતી નથી, પ્રમાદની સાથે વિરાગ્ય રહેતો નથી અને આંખ શની સાથે દયા રહેતી નથી. ૩૫.
सा कि सभा यत्र न सन्ति वृद्धा ___ वृद्धा न ते ये न वदन्ति धर्मम् । धर्मः स नो यत्र न चैव सत्यं, सत्यं हि तद्यत्र परस्य रक्षा ।। ३६ ॥
ધર્મહામ, પૃ૦ ૭૮, ૦ ૬ (૪. સ. ), જે સભામાં વૃદ્ધ જને ન હોય તે શું સભા કહેવાય? જે વૃદ્ધો ધમ ન કહે તે વૃદ્ધો ન કહેવાય. જે ધર્મમાં સત્ય ન હોય તે ધર્મ ન કહેવાય. અને જે સત્યમાં પરપ્રાણીની રક્ષા હોય તે જ સત્ય કહેવાય છે. ૩૬.
मा भूजन्म महाकुले तदपि चेन्मा भूद्विपत् साऽपि चे__मा भूद् भूरिकलत्रमस्ति यदि तन्मा भूद् दयाई मनः ।
૧૩