________________
સ્થિરતા ( ૨૨૭) ||
સ્થિર વસ્તુને ત્યાગ ન કરે –
वस्तुनो लोभनीयस्य, सन्दिग्वलाभधारिणः । अप्राप्तस्य कृते प्राप्त, सिद्धलाभं त्यजेन हि ॥१॥
| મુનિ હિમાંશુવિકાર. પ્રારંભમાં સારી જણાતી, લોભાવનારી અને જેનાથી લાભ મળશે કે નહિ તેને સંદેહ હેાય એવી પ્રાપ્ત નહિ થયેલી વસ્તુની ખાતર નિશ્ચિત લાભવાળી પાસે રહેલી (મળેલી) વસ્તુને ત્યાગ કરે નહિ જોઈએ. ૧. સ્થિરના ત્યાગથી નુકશાન –
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ॥ २ ॥
જે (માણસ) નિશ્ચિત(વસ્તુ)નો ત્યાગ કરીને અનિશ્ચિતની સેવા કરે છે તેની નિશ્ચિત વસ્તુને નાશ થાય છે. અને અનિશ્ચિત તો નાશ પામેલું જ છે. (એટલે કે આ રીતે નિશ્ચિતને મૂકીને અનિશ્ચિતને વળગવામાં અને ખાવાં પડે છે.) ૨.