________________
(
૫ (૨૨૫).
જયનાં સાધનો –
उद्यमः साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमः । पडेते यस्य विद्यन्ते, तस्य देवोऽपि शङ्कते ॥ १॥
(
ભાવ), પૃ. ૨૦૨. ઉદ્યમ, સાહસ, ધેય, બળ, બુદ્ધિ અને પરાક્રમઃ આ છે જેનામાં હોય તેનાથી દેવ પણ શંકા પામે છે–તેને દેવ પણ જીતી શકતો નથી. ૧. શું શાથી જીતાય – कारुण्येन हता वधव्यसनिता सत्येन दुर्वाच्यता,
सन्तोषेण परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैर्ग्रन्थ्येन परिग्रहग्रहिलता योवनेऽपि स्फुट, पृथ्वीयं सकलाऽपि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ॥२॥
(Twાર-૨), રહો૨૦. જે પુરુષોએ યુવાવસ્થાને વિષે પણ સ્યુટ રીતે હિંસા( શિકાર)ના વ્યસનને દયાવડે નાશ કર્યો છે, સત્ય વ્રતવડે નિંદાને ત્યાગ કર્યો છે, સંતોષવ્રતવડે પરધનની ચેારીની કુશળતાનો ત્યાગ કર્યો છે, બ્રહ્મચર્યવ્રતવડે કામાંધ પણાને ત્યાગ કર્યો છે, અને નિગ્રંથપણા વડે (ચારિત્રવડે) પરિગ્રહના ઘેલાપણાને ત્યાગ કર્યો છે, તેવા પુણ્યશાળી પુરુષોએ આ સમગ્ર પૃથ્વી પવિત્ર કરી છે એમ હું માનું છું. ૨.