________________
(૧૨૮) સુભાષિત-પ-રત્નાકર
ઊંચા અને રાતાં નખ હોય તે સારા છે, ચીકાશવાળા ચકચકિત હોય તે સુખ આપનારા છે, પણ સુપડાના આકારવાળા, લખા–સૂકા, ભાંગલા, વાંકા અને શ્વેત નખ હોય તે તે દુખને આપનારા છે. ૩૯. જધા સંબંધી વિચાર –– दु:खिनः काकजलाः स्युर्दीर्घजला महाध्वगाः । बन्धनं चाश्वजवानां, मृगजवास्तु पार्थिवाः॥ ४० ॥
પાર્શ્વનાથ (ગા), પૃ. ૨૪૮, ૦ (૪૦ ૧૦)* જેને કાગડા જેવી જંધા હોય તે દુઃખી થાય છે, જેને લાંબી જંઘા હોય તે અતિ માર્ગમાં ચાલનારા એટલે કાસદીયું કરનારા થાય છે, ઘડા જેવી જંઘા હોય તે બંધનને પામે છે અને મૃગ જેવી જંઘા હોય તે રાજા થાય છે. ૪૦.