________________
ભ
સંયોગ (૧૨)
સંગનું સ્વરૂપા—
यथा काष्ठं च काष्ठं च, समेयातां महोदधौ । समेत्य च व्यपेयातां, तद्वद् भूतसमागमः ॥१॥
જેમ મહાસમુદ્રમાં લાકડે લાકડાં(એક બીજાને) મળે છે અને મળ્યા પછી જુદાં થઈ જાય છે તેમ (સંસારમાં) પ્રાણીઓને સમાગમ પણ એ જ સમજ.૧. સંગ: દુખનું કારણ
संयोगमूला जीवेन, प्राप्ता दुःखपरम्परा । तस्मात् संयोगसम्बन्धं, त्रिविधन परित्यजेत् ॥ २॥
___ तत्वामृत, श्लो० २५२. સંગના કારણથી છ દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી ત્રિવિધે એટલે મન, વચન અને કાયાએ કરીને સર્વ સંગના સંબંધને ત્યાગ કર.૨.