________________
( ૧૩૪૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ભારભૂત થાય છે, ચંદ્ર સૂર્ય જે (ઉ9) લાગે છે, મંદમંદ વાતે વાયુ પણ વજ જેવું લાગે છે, મહેલ અરણ્ય જે લાગે છે અને ચંદનને લેપ અંગારા જેવા લાગે છે. ૨. વિયોગ વગરનો ધન્ય – जयति स पुरुषविशेषो नमोऽस्तु तस्मै त्रिधा त्रिसन्ध्यमपि । स्वप्नेऽपि येन दृष्ट, नेष्टवियोगोद्भवं दुःखम् ॥ ३॥
नलविलास, अङ्क ६, श्लो० ५. જેણે સ્વપ્નમાં પણ પ્રિય જનના વિયોગથી ઉત્પન્ન થતું દુઃખ જોયું જ નથી તે ઉત્તમ પુરુષ જય પામે છે, અને તેને જ મન, વચન અને કાયા-એ ત્રણ પ્રકારે ત્રિકાળ નમસ્કાર હ ૩.