________________
(૧૨૮૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
ભુજાવડે સમુદ્ર તરે તે રાજા થવાને એમ જાણવું. ૪૨. મરણસૂચક સ્વપ્ન –
स्वप्ने हृदयसरस्यां, यस्य प्रादुर्भवन्ति पनानि । कुष्ठविनष्टशरीरो यमवसति याति स त्वरितम् ॥ ४३ । વાપસૂત્રફુધિal, દયાહાર , ૨૦. (મામા સવ) *
સ્વપ્નમાં જેના હૃદયરૂપી સરેવરમાં કમળ પ્રગટ થાય છે, તેનું શરીર કઢના વ્યાધિથી વ્યાપ્ત થઈ તત્કાળ તે યમરાજને ઘેર જાય છે-મરણ પામે છે. ૪૩.
हरणं प्रहरणभूषणमणिमौक्तिककनकरूप्यकुप्यानाम् । धनमानम्लानिकर, दारुणमरण(णा)वहं बहुसः ।। ४४ ॥ જય , થાણા ૪, પૃ૦૦૧ (ારા. સ.)*
જે સ્વપ્નમાં શરા, ભૂષણ, મણિ, મોતી, સુવર્ણ, રૂપું અને બીજી તાંબા પીત્તળ વગેરે ધાતુનું હરણ જોવામાં આવે તો તે ઘણે પ્રકારે ધન અને માનની હાનિ કરે છે, તથા ભયંકર રીતે મરણ નીપજાવે છે. ૪૪.
अतितप्तं पानीयं, सगोमयं गडुलमौषधेन युक्त(ताम् ।
यः पिबति सोऽपि नियतं, म्रियतेऽतीसाररोगेण ॥४५॥ વારંગપુરા , કાહવા છે, પૃ. ૨૦૦ (બારમા સ0).*
જે માણસ સ્વપ્નમાં છાણ સહિત ગરમ પાણી પીએ છે અથવા ઔષધ સહિત ગડુલને જે પીએ છે, તે માણસ આવશ્ય અતિસારના વ્યાધિથી મરણ પામે છે. ૪૫.