________________
( ૧૨૮૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
રાજાઓએ, રાજકુમારેએ, પ્રધાન પુરુષોએ અને બીજા પણ સેવા-નોકરી કરનારા પુરુષો એ નીતિનું વિવેચન સેવવા લાયક છે, કેમકે તેના સેવનથી કંઈ પણ વખત પ્રમાદ થતું નથી. શત્રુ હણવાને ઉદ્યમી થયે હોય તે વખતે તે શત્રુના આયુધને નીતિ જ કુંઠિત કરે છે, તથા નીતિ જાણનારાના હાથમાં તેની બુદ્ધિ જ શસ્ત્ર વિનાના આયુધરૂપ થાય છે. ૪. નીતિ શિખવાનાં સાધને–
परिणतजनसेवा सङ्गतिः सज्जनानां, ___ कविगुरुमनुशास्त्रावेक्षणं सभ्यगोष्ठी । नृपसदसि नितान्तासत्तिरध्यात्मचिन्ता,
गुरुनगरनिवासः कारणं नीतिवित्तेः ॥५॥
ઉનનતિશતા, (કાવ્યમાત્રા, પુર ૨૨), જજો. ૮, વૃદ્ધ જનેની સેવા કરવી, સજજનેનો સંગ કરે, શુક્રાચાર્ય, બૃહસ્પતિ અને મનુનાં રચેલાં શાસ્ત્ર વાંચવાં, સભ્ય અને સાથે ગેઝી-વાતચીત કરવી, રાજસભામાં જવાની અત્યંત આસક્તિ-પ્રીતિ રાખવી, આત્મતત્વની ચિંતા કરવીવિચાર કરવો, તથા ગુરુરૂપી નગરમાં અથવા મોટા શહેરમાં નિવાસ કરેઃ આ સર્વે નીતિનું જ્ઞાન મેળવવાનાં કારણે છે. (આ સર્વ કરવાથી નીતિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ) ૫. ચતુરાઇનાં કારણે – देशाटनं पण्डितमित्रता च, पणाङ्गना राजसमाप्रवेशः। अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पञ्च ॥६॥
પરેશતળી , પૂ૦ ૨૬૭. (૧૦ વિ૦ )*