________________
લક્ષ્મી
( ૧૨૧૭)
લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય વેપાર –
अनल्पैः किमहो । जल्पैर्व्यवसायः श्रियो मुखम् । अर्ध्या श्रीः सा च या वृद्धयै, दानभोगकरी च या ॥१९॥
ववेकविलास, उल्लास २, श्लो० १०६. અહો ! ઘણું કહેવાથી શું? ઉદ્યમ જવેપાર જ લક્ષમીનું મુખ છે; માટે તેવી લક્ષ્મી ઉપાર્જન કરવી, કે જે વૃદ્ધિને માટે થાય, તથા દાન અને ભંગ કરનારી થાય. ૧૯.
सा च सञ्जायते लक्ष्मीरक्षीणा व्यवसायतः । प्रावृषेण्यपयोवाहादिव काननकाम्यता ॥ २० ॥
विवेकविलास, उल्लास २, श्लो० १०९. જેમ વર્ષાકાળના મેઘથી વનની લહમી-ભા વૃદ્ધિ પામે છે, તેમ વેપાર કરવાથી લક્ષ્મી અખૂટ થાય છેવૃદ્ધિ પામે છે. ૨૦. કે વેપાર તજ –
धर्मवाधाकरं यच्च, यच्च स्यादयशस्करम् । भूरिलाभमपि ग्राह्य, पण्यं पुण्यार्थिभिर्न तत् ॥ २१ ॥
विवेकविलास, उल्लास २, श्लो० ६३. પુણ્યની ઈરછાવાળા પુરુષોએ જે કરિયાણું ધર્મની બાધા કરનારું કે અપયશને કરનારું હોય તે, ઘણે લાભ મળે તેવું હોય તો પણ, ગ્રહણ કરવું નહીં. ૨૧.