________________
(૧૨૨૮) સુભાષિત-પ-રત્નાકર ભેગમાં તથા ચ પિષવાલાયક પરિવારનું પોષણ કરવામાં વાપર. ૪૯.
न लालयति यो लक्ष्मी, शास्त्रीयविधिनाऽमुना । सर्वथैव स निःशेषपुरुषार्थबहिष्कृतः ॥ ५० ॥
વિવેદવિાર, ૪ ૨, ગો૧૦૮. ઉપર કહેલી શાસ્ત્રની વિધિ પ્રમાણે (એટલે કે આવકના ચાર ભાગ કરીને એક વ્યાપારમાં, એક નિધાનમાં, એક ધર્મ અને ભેગમાં તથા ચેાથે કુટુંબાદિકના પિષણમાં) જે પુરુષ પોતાની લક્ષમીને લાડ લડાવતે નથી-વાપરતે નથી, તે પુરુષ સર્વથા ચારે પુરુષાર્થથી બહાર કરાયો છે એમ સમજવું. ૫૦.
आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥ ५१ ॥
થરા, ૧૩, (ઘ૦ ૪૦)* આવક અને ખર્ચને વિચાર કર્યા વિના જે પુરુષ કુબેરના જેવું આચરણ કરે છે, તે પુરુષ આ જગતમાં થોડા કાળમાં જ શ્રમણ(સાધુ)ના જેવું આચરણ કરે છે. (ગરીબ-ધનરહિત થઈ જાય છે.) ૫૧.
इदमेव हि पाण्डित्यं, चातुर्यमिदमेव हि । इदमेव सुबुद्धित्वं, आयादल्पतरो व्ययः ॥ ५२ ॥
આવકથી ઓછો ખર્ચ કર, એ જ પંડિતાઈ છે, એ જ ચતુરાઈ છે અને એ જ સદ્દબુદ્ધિપણું છે. પર.