________________ કરી રાજા થાય છે. વિજ્યાધ્ધ નિવાસી વૃદ્ધ પુરૂષનાં આવાં વચન છે, તેથી તમે સર્વે અહીં રહે, હું તેમાં પેશી વાંછિત અર્થ મેળવી પાછો આવું છું. તે સાંભળી મદન ખુશી થયો. વજમુખની આજ્ઞા મેળવી તે વનમાં પેઠે અને એક કપિત્થ [ કેઠી ] ના વૃક્ષ ઉપર ચડી ગયા. તેવામાં ગજેન્દ્રનું રૂપ લઈ એક દેવતા આવ્યું. તેની આકૃતિ ચાલતા અંજનગિરિના જેવી હતી. તેનું રૂપ ભયંકર અને હૈદ્ર હતું. મદન અને તે ગજેંદ્રની વચ્ચે વિષમ યુદ્ધ થયું. છેવટે મદને અનેક જાતના પ્રહારથી ગજેંદ્રદેવને પરાજિત કરી નાંખે. તે દેવતા બોલ્યોસ્વામી ! હું તમારે કામગજ છું. કાર્ય આવી પડે ત્યારે મને સંભાર. એમ કહી તે દેવતાએ મદનની પૂજા કરી. ત્યાંથી મદનને કુશળ આવેલે જોઈ તેના બધુઓ હદયમાં દગ્ધ થઈ ગયા. છે. કપટી બધુએ મદનને ત્યાંથી એક શિખર ઉપર લઈ ગયા. વજદંષ્ટ્ર દુર ઉભો રહી બે - જે શૂરવીર પુરૂષ આ શિખર ઉપર ચડે તે સર્વને એક અધિપતિ થાય છે. તેનાં વચનથી સંતુષ્ટ થયેલ મદન વિનયથી આજ્ઞા લઈ વેગડે તે ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .