________________ થયા, પછી સર્વે કપટને પ્રેમ બતાવતા મદનને આવી મળ્યા. મદન આવીને વજદંષ્ટ્રના ચરણમાં પડ્યો. . . તે પછી મદનને તેઓ ત્યાંથી વિજયા ગિરિ ઉપર લઈ ગયા, એ પર્વત સર્વ તરફ રમણીય અને વિવિધ કૌતુકથી પૂર્ણ હતું. ત્યાં એક આમ્ર વૃક્ષ હતું, તેને જોઈ શઠ શિરોમણિ વજમુખ દૂર રહી બેલ્યો-જે મનુષ્ય આ આમ વૃક્ષનું ફળ ભક્ષણ કરે, તે સર્વદા યવનવાળે રહે છે, અને ઉત્તમ સોભાગ્ય પામે છે. તે વચન સાંભળતાંજ મદને કહ્યું, પૂજ્ય બંધુ ! તમારી આજ્ઞાથી હું આ સુંદર વૃક્ષનું ફળ લેવા ઈચ્છું છું. બધુની આજ્ઞા મેળવી મદન વૃક્ષ ઉપર ચડી ગયો, અને વૃક્ષની શાખાને વેગથી કંપાવી તેનાં ફળ નીચે પાડવા લાગ્યો. તેવામાં એક દેવતા વાનરને રૂપે ત્યાં પ્રગટ થયો. તેની ભ્રકુટી વક્ર અને નેત્ર રાતાં હતાં, તે ભયંકર શબ્દ કરતે વિવિધ વાક્યોથી મદનને તિરસ્કાર કરવા લાગે -અરે મૂઢ, દુરાચારી, અધમ પાપી ! આ પવિત્ર વૃક્ષ ઉપર કેમ ચડે છે ? આમ્રવૃક્ષનાં પવિત્ર ફળ પૃથ્વી ઉપર કેમ પાડે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust