________________
૧૨
મુનિજીવનની બાળપોથી-૩
રૂ૫ કિયા-બને એક જ હોવાથી વસ્તુતઃ બેયનું એકાથિકપણું છે. એકના વિધાનમાં બીજાનો નિષેધ કે એકના નિષેધમાં બીજાનું વિધાન સૂચિત છે. છતાં શાસ્ત્રમાં બેનાં નામે ભિન્ન છે. કેમકે કઈ સમયે ઊભા રહેવું, કઈ સમયે ગમન કરવું, એમ ભિન્ન ભિન્ન કિયા કરવાની હોવાથી આ રીતે ભિન્ન ભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે “નિશીહિ' શબ્દ પ્રયોગ નિશ્ચયથી કોઈ આવશ્યક કાર્ય કરવા પૂર્વે તેમાં અનુપયેગાદિથી થનારા વિદનેના ત્યાગ માટે છે, આવશ્યક કાર્ય માટે બહાર જતાં પહેલાં ઉપાશ્રયમાં વિધિપૂર્વક બેઠેલા સાધુને એવાં વિનેને સંભવ નથી કે જેના નિષેધ માટે નિસીહિ કહેવી જોઈએ, માટે આવસહિના સમયે નિસહિ નિરૂપયેગી છે. નિસહિ કરતી વેળા આવસ્યહિ પણ ઘટતિ નથી, કેમકે “આવસહિ તે તે કાળે અવશ્ય કરણીયના વિધાન માટે અને અર્થપત્તિથી અન્યકાળે કરણયના (તે કાળા અનાવશ્યક) નિષેધ માટે છે. કેમ કે અન્ય કાળે જે કરણય હોય તેને પણ ત્યાગ કર્યા વિના તકાળ અવશ્ય કરણીય કાર્ય થઈ શકે નહિ. એટલે “આવસહિથી અન્યકાલ-કરણીય તથા અકરણીયન નિષેધ થઈ જ જાય છે. આ જ રીતે “નિશીહિ' કહેવાથી તત્કાળ અવશ્ય કરણીયનું વિધાન પણ થઈ જ જાય છે માટે બેયના વિષયમાં એકાર્થતા સમજવી.
પ્ર. શ્રાવકને પણ સાધુની જેમ “આવસ્યહિ “નિશીહિ કહેવારૂપ આ બે ય સામાચારી હોય ?