________________
૧૧૪
મુનિજીવન બાળપોથી-૩
આત્માએ છે તેમાંના
છે કે સંસારમાં જે ઉત્તમકેટના ઘણાખરાને આપણે દિક્ષિત કરી દીધા અને તે બધાને તેમના ઘામાંથી બહાર કાઢી લીધા. જે સંસારીવગ બાકી રહ્યો તે બધાને તેમના ઘરમાં કોઈ પ્રેરક આત્મા ન મળવાથી તે વ વધુ ને વધુ નાસ્તિકતા તરફ, જમાનાવાદ તરફ, ભોગવાદ તરફ ઢસડાવા લાગ્યા.
જેમ જે આત્માએ ઉત્તમ કક્ષાના સાધુ કે સાધ્વી અની શકવાની પાત્રતા ધરાવતા હોય. તેમને બેશક આપણે સવિરતિને માગ ચિંધવા જોઈએ. આપણી શક્તિ હોય તે તેમના ગુરુ બનવાની જવાબદારી પણ લેવી જોઈ એ. પરંતુ તે કક્ષા સુધી નહી પહેાંચનારા આત્મા તરફ તેરકાર કે ઉપેક્ષા કરવાને બદલે લક્ષ આપીએ અને તેમને ઉચ્ચ કક્ષાના શ્રાવક કે શ્રાવિકા બનાવવા તરફ આપણે જો થોડા પણ પ્રયત્ન કરીએ તેા હજારા શ્રાવકે ને શ્રાવિકાએ જોવા મળશે. મને તે લાગે છે કે નવી પેઢીનેા નાશ એટલી ઝડપથી થઈ રહ્યો છે. કે ઘરધરમાં શ્રાવક અને શ્રાવિકાઓ પેદા કરવાને સમય એકદમ પાકી ગયા છે. આમાં જેટલી ઉતાવળ કરશું તેટલું ફાયદામાં છે.
જેએ દીક્ષા લેવા માટે કોઈપણ કારણસર રૂકાવટ અનુભવી રહ્યા છે. તેએને કમસે કમ નીચે લખેલી સાત આખતા સમજાવવી – તેમના જીવનમાં આત્મસાત્ કરી દેવી તે ખૂબ જરૂરનું છે. આવા તૈયાર થયેલા શ્રાવક-શ્રાવિકાએ દ્વારા ઘણા લાભ આપણને પ્રાપ્ત થશે. સાત ખાખતે આ છે....