Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૮ મુનિજીવનની બાળપોથી-૩ | (૬૭) કાયોત્સર્ગમાં સાકળચન્દ્રજી મહારાજ આ કિવદન્તી છે; ભારે અચરિજ અને આનંદ પમાડતી. - જેના રાગો અને જેની રચના ઉપર વર્તમાનકાલીન ઉસ્તાદો આફ્રીન પુકારી જાય છે. તે સત્તરભેદી પૂજાના રચયિતા સાકળચન્દ્રજી મહારાજ સાહેબ. આ વિરાટ પૂજાની રચના તેમણે વિલક્ષણ પરિસ્થિતિમાં કરી છે એમ કહેવાય છે. એક વાર આ મહાત્માએ રાત્રે કાર્યોત્સર્ગ કર્યો. તેમાં તેમણે એ સંકલ્પ કર્યો હતો કે બાજુમાં રહેતા કુંભારનાં ગધેડાં જ્યારે ભૂંકવા લાગે ત્યારે જ મારે કાર્યોત્સર્ગ પાળ. બન્યું એવું હતું કે કઈ કારણે તે કુંભાર પૂર્વની સાંજે જ તમામ ગધેડાને લઈને બાજુના ગામે ચાલ્યા ગયે હતો. આથી સવાર પડયું તેય ગધેડાં ક્યાંથી ભૂકે? અલબત્ત મહારાજ સાહેબને કાર્યોત્સર્ગ ચાલુ જ રહ્યો. પૂરા બેંતેર કલાકે તે કુંભાર પાછા આવ્યા. ઘરમાં પ્રવેશવાના આનંદરૂપે ગધેડાં ભૂક્યાં અને મહારાજ સાહેબે કાર્યોત્સર્ગ પાર્યો. એ વખતે ય એમના મોં ઉપર ન હતે; કેઈ વિષાદ, ભારે પ્રસન્નતા હતી. - આ કાર્યોત્સર્ગમાં જ તેમણે સત્તરભેદી પૂજાની રચના કરી. તેની તમામ કડીઓની ધારણ કરી. કાત્સર્ગ પાર્યા બાદ તે સત્તર પૂજાઓને કાગળમાં કંડારી લીધી.

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210