________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૭૭
(૬) એક વાર તેમને કફ થયું હતું. તેથી ગોચરી વાપર્યા બાદ તેઓ સૂંઠને ગાંગડો ચાવી લેતા. એક દિવસે તે ગાંગડો કાને ભેરવી રાખે તેમ જ રહી ગયો. સધ્યા વખતે જ ખબર પડી. આ પ્રમાદ હતાને થયે તે ઉપરથી તેમણે પોતાને અંતકાળ નજીક જાણી લીધો. તે જ અરસામાં બાર વષી દુકાળનો આરંભ થયો.
(૭) આ દુકાળની વાસેનસૂરિજીને જાણ કરીને પાંચ મુનિઓ સાથે રથાવત્ત નામના ગિરિ પાસે અનશન કરવા પધાર્યા. આ પાંચસો મુનિઓમાં એક બાળ-સુકુમાળ મુનિ હતા. તેમને વાસ્વામીજી મહારાજાએ પાછા વાળી દીધા. પરંતુ તે બાળ-સાધુને પણ અનશન કરવું જ હતું એટલે તે બીજા રસ્તેથી આવીને તે જ પર્વતના કોઈ ભાગની ધગધગતી શિલા ઉપર જઈને અનશનપૂર્વક બેસી ગયા. થોડા જ સમયમાં તેમનું શરીર મીણની જેમ ઓગળી ગયું. તેમના સમાધિમરણને દેવોએ મહિમા કર્યો ત્યારે શેષ પાંચસે મુનિઓને આ બાળમુનિના મહાસત્ત્વની જાણ થઈ.
પછી તે બધાય મુનિઓમાં અદમ્ય ઉત્સાહ પેદા થઈ ગયો. ભારે સંવેગ અને વૈરાગ્યથી તમામ મુનિઓએ પાદપપગમન અનશન કર્યું. બધા કાળધર્મ પામીને વિમાનિક દેવલોકના દેવ થયા.
વજીસ્વામીજીની પાટે વાસેનસૂરિજી આવ્યા હતા, તેમના “ચન્દ્ર' નામના શિષ્યથી “ચાન્દ્ર” નામની કુળી પરંપરા શરૂ થઈ. અત્યારે જે વિદ્યમાન સાધુઓ છે તેઓ આ ચાન્દ્રકુળના છે. ૧૨