________________
૧૭૫
મુનિજીવનની બાળપોથી-૩
આમ વિચારીને તેણે ઢંઢણમુનિને ભિક્ષાર્થે લાવ્યા. દિક વહારીને મુનિ પ્રભુ પાસે આવ્યા. “હે પ્રભુ ! શું ઘણા દિવસોથી ચાલતા લાભાંતરાય કર્મનો ક્ષય થયે? મારી લબ્ધિથી મને આ ભિક્ષા મળી છે?” મુનિએ પ્રભુને પૂછ્યું.
પ્રભુએ કહ્યું, “ના..... કૃષ્ણ-વાસુદેવની લબ્ધિથી આ ભિક્ષા તને મળી છે.”
તરત જ એ શિક્ષાને પરડવવા [વિસર્જન કરવા માટે ઢઢણમુનિ નિજીવ ભૂમિમાં ગયા. તે વિધિ કરતાં કરતાં પિતાને ચીકણું કર્મબંધને અને તે કર્મબંધ કરનારા પોતાના આત્માને ભારે કમી પણાનો પશ્ચાત્તાપ કરતાં જ કેવલ્ય પામી ગયા. તેમના ઘનઘાતી કર્મનો ક્ષય થઈ ગયા !
(૬૬) વજીસ્વામીજીઃ વાસ્વામીજી મહારાજાની કેટલીક મહત્ત્વની બાબતે ?
(૧) સાધ્વીજીઓના પાઠને માત્ર સાંભળવાથી તેમને અગિયાર અંગે કંઠસ્થ થયા હતા.
(૨) એક પદથી સો પદોનું સ્મરણ કરવાની તેમની પદાનુસારી શક્તિ હતી.
(૩) બે વખત મિત્રદેવેએ તેમની રસનેન્દ્રિય-નિગ્રહશક્તિની પરીક્ષા કરી હતી. જેમાં સંપૂર્ણ પાર ઉતરવાથી દેવોએ તેમને વૈકિય રૂપ ધારણશક્તિ અને આકાશગામિની વિદ્યા આપી હતી.
(૪) કપડાંના વટલાઓને ગોઠવીને – જાણે કે તે બધા સાધુઓ હોય તેમ – તેમની સામે વાચના આપતા. તેમનું આ બાલ-ચાપલ્ય જોઈને ગુરુદેવ સિંહગિરિજી મહારાજ