________________
૧૭૪
મુનિજીવનની બાળપોથી-૩ ન થાય] થયે કે જે સાધુની સાથે તે ભિક્ષાથી તરીકે જોડાય તે સાધુને પણ ભિક્ષા ન મળે.
પ્રભુ પાસેથી મુનિઓને ઢંઢણમુનિને પૂર્વભવ જાણવા મળે ત્યારે બધી વાત સમજાઈ
ઢઢણમુનિનો જીવ પારાશર નામે ખેત હતા. ભારે ત્રાસ ગુજારવા સાથે તે મજૂરો પાસે કામ કરાવતે. મજૂરો ભયંકર નિસાસા નાખતા. મરીને તે નરકે ગયે. બાદ કેટલાક ભવે ઢઢણ તરીકે થયે.
આ સાંભળીને ઢઢણમુનિએ અભિગ્રહ કર્યો કે, બીજાની લબ્ધિથી પ્રાપ્ત થયેલી ભિક્ષા માટે વાપરવી નહિ.”
કેટલાક સમય બાદ શ્રીકૃષ્ણ પ્રભુને સવાલ કર્યો કે આપના મુનિઓમાંથી મહા-દુષ્કરકારી કોણ? પ્રભુએ ઢંઢણમુનિનું નામ આપ્યું. એના કારણમાં પ્રભુએ ફરમાવ્યું કે તે ઢઢણમુનિ ભિક્ષાથે ફરે છે ત્યારે તેમના આગમન માત્રથી લકોને નફરત થાય છે. અને..બહાર નીકળે.....અહીં કેમ આવ્યા છે?....ઓ ગંદા વસ્ત્રધારી...એ મુંડીઆ, તે તે મને અપશુકન કર્યું... વગેરે અનેક તર્જનાભર્યા વાક્યો લોકે સંભળાવે છે. આવા સમયે પણ ઢંઢણમુનિ અપાર સમતામાં રમે છે. તે વાક્યો તેમને કર્ણના અમૃતપાન સમા લાગે છે. આથી તે મહાદુષ્કરકારી મુનિ છે.”
ત્યાંથી ઊઠીને ઘર તરફ જતાં શ્રીકૃષ્ણને રસ્તામાં જ ઢઢણમુનિનાં દર્શન થયાં. તરત જ હાથી ઉપરથી ઊતરીને વંદનાદિ કર્યા. આ જોઈને નજીકના ઘરવાળાને થયું કે જેને કૃષ્ણ-વાસુદેવ વંદન કરે તે કોઈ મહાત્મા હોવા જોઈએ.”