________________
૧૭૬
મુનિજીવનની બાળપોથી-૩ સ્તબ્ધ થઈ ગયા હતા. આવા “મહાન આત્માને બાળ સમજીને બીજા સાધુઓ આશાતન કરી ન બેસે તે માટે તેમની અગાધ શક્તિનું સહને ભાન કરાવવા માટે વિહાર કરી જઈને સાધુઓને વાચા આપવાનું કામ વજમુનિને સોંપતા ગયા. ગુરુ કરતાં પણ ખૂબ જ ચડિયાતી વજમુનિની વાચના-દાન-પદ્ધતિથી તમામ નાના-મોટા સાધુઓ અત્યંત પ્રભાવિત થઈ ગયા.
ગુરુદેવ પાછા આવી ગયા તે ય “વાચના તે વજામુનિ જ આપે !” તેવી વિનંતી સહુ સાધુઓએ કરી ત્યારે ગુરુદેવે ના પાડી. તેમણે કહ્યું, “વા મુનિની કેટલી શક્તિ છે તે તમને દેખાડવા પૂરતું જ મેં આમ જાણીને કર્યું હતું. બાકી હજી તેણે ગદ્વહન કરીને સૂત્રે ભણવા વગેરેને અધિકાર મેળવ્યું નથી. હું ઉત્સારિકલ્પની ટૂંકી વિધિથી તેને અધિકારી બનાવીશ. ત્યાર પછી જ તે તમને વાચના વગેરે વિધિપૂર્વક આપી શકશે.
(૫) એક વાર કઈ સાધ્વીજી મહારાજ દ્વારા વજીમુનિના અપાર ગુણના શ્રવણ વગેરેથી રુકિમણી નામની શ્રેષ્ઠી કન્યા તેમની ઉપર મહાઈ પડી. “કાં તેમની પત્ની થાઉં, કાં અગ્નિમાં બળી મરું.” એમ તેણીએ દઢ સંક૯પ કર્યો. તેના પિતાએ વજમુનિને આ વિકટ મુસીબતની વાત કરી. | મુનિવરે વળતે દી રુકિમણને દેશના સાંભળવા માટે લઈ આવવાનું તેના પિતાને સૂચન કર્યું. વિરાગ-નીતરતી દેશના સાંભળીને રુકિમણીને કામ તદ્દન શાંત પડી ગયે.