________________
૧૩૮
મુનિજીવનની બાળપોથી-૩ લીધે રાજમાર્ગ છેડીને નાને માગ પકડ્યો. તે જ માગે સામેથી મિલ છુપાતે આવી રહ્યો હતે. તે કૃષ્ણને જોઈને ગભરાઈ ગયું. ત્યાં જ ભયથી મસ્તકની નસ ફાટી ગઈ.
કૃષ્ણ કાળા બળદો જેડાવ્યા, તેના દેરડે સેમિલના. શબને ઘસડાવ્યું; “મુનિ-હત્યારે!” એવા ઘેષ સાથે તેને નગર બહાર લઈ જવામાં આવ્યું. જ્યાં જ્યાં તે શબ ઘસડાયું તે ધરતીને જલાદિથી પવિત્ર કરાવાઈ નગરની હદ બહાર તેને અગ્નિસંસ્કાર કરાયે.
આ કરુણ પ્રસંગથી અનેક રાજાઓ તથા કૃષ્ણની રાણીઓએ સંસારથી વિરાગ પામીને દીક્ષા લીધી.
(પર) યક્ષદેવસૂરિજીની શાસનરક્ષા, પાર્શ્વનાથ ભગવાનના શાસનની પટ્ટ-પરંપરામાં થએલા એ આચાર્યશ્રીનું નામ હતું; યક્ષદેવસૂરિજી. તેમણે એક વાર મહવામાં ચાતુર્માસ કર્યું હતું. તે દરમ્યાન નજીકના પ્રદેશમાં સ્વેચ્છાએ મોટા પાયા ઉપર આકમણ કર્યું હતું. તેઓ મંદિર અને. મૂર્તિનું ભંજન પણ કરતા હતા.
મહુવાના જિનમંદિરના જિનપ્રતિમાજીઓની રક્ષા કરવા માટે સૂરિજી સાબદા થયા. શ્રીસંઘના લેકે પિતાની જ સારસંભાળમાં પડ્યા હતા એટલે તેમને બહુ સાથ ન. મળે. સૂરિજીએ રાતેરાત પ્રતિમાઓનું ઉત્થાપન કરાવ્યું અને શક્ય તેટલા વધુ શિષ્યને માથે મુકાવીને તેમને રાતોરાત વિહાર કરાવી દીધે.