________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૬૫ પાંચ પદો ઉપર વર્ણન ચાલ્યું. પણ તે ય વચનબદ્ધ ગૂર્જરેશ્વર તે મહાત્મા પ્રત્યે જરાય અકળાયા નહિ.
(૬૪) સ્વપ્રશંસાપ્રેમી ધર્મદત્તમુનિ એ સાધુ ભગવંત આપ–બડાશમાં પાવરધા હતા; એથી ય વધુ વિચિત્ર વાત તે એ હતી કે તેઓ પોતાને સાવ તુચ્છ કહીને ભયંકર માયા રમતા હતા. એમના કેઈ પુણ્ય અને ઘેર તપાદિના પ્રભાવે જાત્ય વૈરી પશુઓ પણ વર ભૂલી જઈને એમની પાસે બેસી રહેતાં.
એક વાર એ મહાત્માના સંસારી પિતા રાષભદત્ત વંદનાથે, આવ્યા. તેમણે મહાત્માની આ સિદ્ધિની ભારે અનુમોદના કરી.
ત્યારે મુનિએ કહ્યું, “મારી વાત મને કરતાં શરમ આવે છે. આમલાઘા કહેવાય. તમે મારા પેલા શિષ્ય પાસે જાઓ. તમને મારા વિકાસની સઘળી વાત કરશે.”
આ મહાત્માનું નામ ધર્મદત્ત મુનિ હતું; આવી માયાયુક્ત આપબડાઈના કારણે તેમણે સ્ત્રીવેદ બાંધ્યો.