________________
૧૭૦
મુનિજીવનની બાળપોથી-૩ છે. અનાદિકાળની આત્માની વિષમ સ્થિતિમાંથી સમસ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર. આ તેની મુખ્ય વ્યાખ્યા છે. સાવદ્ય યોગને ત્યાગ, અને નિરવ ગાનું સંવરનિર્જરાનું સેવન=આત્મ જાગૃતિ, તે સમ સ્થિતિને સાધનો છે. તેના ઈવરકથિક અને યાવત્ કથિક બે ભેદ છે. ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જીનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુદીક્ષા અપાય છે. તે તથા શ્રાવકનું શિક્ષાવ્રત નામનું સામાયિક વ્રત પૌષધ, પ્રતિક્રમણ વગેરે ઈત્વરકથિક સામાયિક ચારિત્ર અને મધ્યના ૨૨ તિર્થંકરના શાસનમાં તથા મહાવિદેહમાં સર્વદા પ્રથમ લઘુદીક્ષા અને પુનઃ વડી દીક્ષા એમ નથી. પ્રથમથી જ નિરતિચાર ચારિત્રનું પાલન (=વડી દીક્ષા) હોય છે, માટે તે યાવસ્કથિક સામાયિક ચારિત્ર (એટલે યાજજીવ સુધીનું સામાયિક ચારિત્ર) કહેવાય છે. એ બે ચરિત્રમાં ઈત્વરકથિક સામાયિક ચારિત્ર સાતિચાર અને ઉત્કૃષ્ટ ૬ માસનું છે, અને યાત્મથિક ચારિત્ર તે નિરતિચાર (અલ્પ અતિચાર) તથા ચાવજજીવ સુધીનું ગણાય છે. આ સામાયિક–ચારિત્રને લાભ થયા વિના શેષ ક ચારિત્રને લાભ થાય નહિં, માટે સર્વથી પ્રથમ સામાયિક ચારિત્ર કહ્યું છે. અથવા આગળ કહેવાતાં ચારેય ચારિત્રે ખરી રીતે સામાયિક ચારિત્રના જ વિશેષ ભેદરૂપ છે. તે પણ અહીં પ્રાથમિક વિશુદ્ધને જ સામાયિક ચારિત્ર નામ આપેલું છે.
૨. છેદે પસ્થાપનીય ચારિત્ર: પૂર્વ ચારિત્ર પર્યાયન (ચારિત્રકાળનો છેદ કરી, પુનઃ મહાવ્રતનું ઉપ