________________
૧૬૮
મુનિજીવનની બાળપોથી-૩ પશ્ચાતાપ તીવ્ર જોઈએ એટલું જ બસ નથી તેની સાથેસાથે પાપનું પ્રાયશ્ચિત્ત પણ ગ્ય સગુરુની પાસે કરવું જોઈએ. જેટલા નિર્લજ્જ બનીને પાપ કર્યા છે તેટલા નિર્લજજ બનીને પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. આટલું થયા પછી તે પાપ જીવનમાં ફરી પાછું નહિ કરવાનું પચખાણ પણ લેવું જોઈએ.
પરચકખાણ ભાગી જવાની બીક રાખવી નહિ. હા, એટલું તે ચક્કસ છે કે પચ્ચકખાણ લેતી વખતે ભવિષ્યમાં પરચકખાણ ભાગી નાંખવાની ઈચ્છા ન રાખવી જોઈએ. બકે પ્રાણુતે પણ હું મારું પચ્ચકખાણ પાળીશ તેવી જ વૃત્તિ જીવંત હોવી જોઈએ.
હવે પછી તીવ્ર પાપકર્મોના ઉદયે એ પચ્ચકખાણ ભાંગી પણ જશે તે ય તેટલે દેષ તે નહિ જ લાગે. એટલે દોષ પચ્ચકખાણ નહિ લેવા માત્રથી લાગે છે.
ભલે ફરી થતું પાપ કદાચ, તે આપણે ફરીથી કરે તીવ્ર પશ્ચાતાપ. કેમ કે તીવ્ર પશ્ચાતાપ વિના પાપને ટુકડે ટુકડા કરી નાખવા માટે આપણી પાસે બીજો કોઈ પ્રાથમિક સરળ ઉપાય નથી. ગુલાબની એક કલમ બગીચામાં રોપવામાં આવે અને ચંચળમનનો તે બાગને માળી તે કલમને ધરતી ઉપરથી ઉખેડી નાખી બીજે રોપી દે. એવું વારંવાર કરે. રોજ ખેંચે અને બીજી નવી જગ્યાએ વાવે તે હવે ગુલાબની કલમના રપ ઉપરના જે ગુલાબ આવશે તે કસ વગરના, સૌંદર્ય વિનાના, નબળા દૂબળા ગુલાબ હશે.