________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૬૭ પાપનો પશ્ચાતાપ તેટલે પાપને પેદા કરનારા કર્મોને જોરદાર નાશ. આવી સ્થિતિ લાવવા માટે જ પાપ કરતા પાપભીરૂ આત્માએ પોતાના નાનકડા પણ પાપને નાનું ન માનતા મેરુ જેવું માની લેવું. આમ થશે એટલે પશ્ચાતાપ માઝા મૂકશે અને પશ્ચાતાપની પેદા થયેલી એ પાવક જવાળાઓમાં આ ભવમાં જ કરેલા પાપનો નાશ નહિ થાય પરંતુ જૂગજૂના ભાવના બાંધેલા જૂના કર્મોનો નાશ થઈ જશે.
ભૂતકાળમાં જે કંઈ પાપ થયા હોય તે ફરીથી થવા ન દેવા હોય તે માટે પશ્ચાતાપમાં તીવ્રતા–તીવ્રતરતા અને તીવ્રતતા લાવવી જ પડશે. પહેલેકના કટુ વિપાકે અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાને થઈ જતા ભંગ નજર સામે લાવવાથી પાપભીરુ આત્મા અને જિનાજ્ઞાપ્રેમી આત્મા ભયાનક પશ્ચાતાપથી સળગવા માંડશે.
જેનામાં આવી પાપભીરતા અને આજ્ઞા પ્રેમ ન હોય તેણે તે પાપો દ્વારા થઈ રહેલી પોતાની શારીરિક સંપત્તિને નાશ વિચારો અને તેની સાથે ક્યારેક તે પાપ પકડાશે ત્યારે આબરૂ ધૂળધાણી થશે તે વાત જેરથી વિચારવી, આ શરીર અને આબરૂને વિચાર કેઈપણ આત્માને પાપથી પીછેહઠ કરવામાં મદદગાર તે જરૂર બનશે. પશ્ચાતાપની તીવ્રતા હોવા છતાંય તીવ્ર પાપકર્મના ઉદયે ફરીથી તે પાપ થશે તે તેમાં બે વાત તે ચોક્કસ બનશે-કે તે પાપ થવાના સમયમાં વધારો થશે. એટલે કે એક પાપ અને બીજા પાપ થવાના સમયમાં અંતર ઉત્તરોત્તર વધતું જશે. હવે ઝટઝટ એ પાપ નહિ થઈ શકે અને બીજું જ્યારે પણ એ પાપ થશે ત્યારે પૂર્વન જેવી તીવ્રતા તે પાપમાં નહિ રહી શકે.