________________
--
---
મુનિજીવનની બાળપોથી-૩
૧૬૩ પતનની શક્યતાને ખતમ કરી નાખવા માટે છ વિગઈના આજીવન ત્યાગની પ્રતિજ્ઞા આપી હતી. તેની સાથે માત્ર જુવારનું જ દ્રવ્ય વાપરવાની પ્રતિજ્ઞા આપી હતી. અભયમુનિને અભયદેવસૂરિ બનાવીને ગુરુદેવ દેવલેક થયા. કાલાન્તરે નીરસ અને વાયડા ખોરાકના સેવનને લીધે અભયદેવસૂરિજીને કોઢ થયે અત્યન્ત ચેપી અને ભારે પીડાકારક.
રોગ એટલી હદે વકર્યો કે સમાધિ પણ ટકવાનું મુશ્કેલ બની ગયું. એથી જ એમણે ખંભાત પાસે આવેલી શેઢી નદીના કિનારે આજીવન અનશન કરવાની પૂરી તૈયારીએ કરી લીધી. પરંતુ તે જ વખતે પદ્માવતીજીએ પ્રગટ થઈને તેમને અનશન કરતાં વાર્યા, એટલું જ નહિ; પરન્તુ તેમની રોગપીડાને શાન્ત કરી અને તેમને શેષ જીવન આગમગ્રંથની ટીકા રચવા માટે લગાવી દેવાની નમ્ર વિનંતિ કરી.
ત્યાર પછી અભયદેવસૂરિજીએ નવ અંગેની ટીકા તૈયાર કરીને જનશાસનની બેનમૂન સેવા કરી.
(૬૨) કીર્તિધર અને સુકોશલ મુને : પિતા કીર્તિધર દીક્ષિત થઈને એક વાર પેતાના નગરની બહારના ઉદ્યાનમાં આવ્યા. પિતાની પાછળ પુત્ર સુકેશલ પણ દીક્ષા લઈ લે તે ભયથી રાજમાતા સહદેવીએ તેમને નગરપ્રવેશની મનાઈ કરી. આ વાતની મુકેશલને ખબર પડતાં તેને ભારે આઘાત લાગે. ઉદ્યાનમાં જઈને પિતા-મુનિ પાસે ખૂબ રડીને ક્ષમા માગી. માતાની ભૂલના પ્રાયશ્ચિત્તરૂપે દીક્ષા આપવા આગ્રહ કર્યો. આ વાત જાણીને સઘળાં ય કુટુંબીજને આવી ગયા ?