________________
૧૬૨
મુનિજીવનની બાળપોથી-૩ દેવાત્મા થયા. તરત જ ઉપગ મૂકીને પોતે ક્યાંથી આવીને દેવ થયા છે જાણી લીધું. તત્કાળ આ ધરતી ઉપર આવ્યાં. બધા મુનિઓને વંદન કર્યું, પણ પિતા-મુનિને વંદન ન કર્યું. બીજા મુનિઓએ દેવાત્માને તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, તે મારા પિતા-મુનિ છે. તેમણે મને નદીનું કાચું પાણી પી લેવાની મેહગર્ભિત સલાહ આપી હતી. જો મેં તેમ કર્યું હતું તે મારું સાધુ-જીવન કેવું પાયમાલ થઈ જાત? સારું થયું કે મેં તેમ ન કર્યું. આથી જ હું મરીને દેવ થયે છું. આવી સલાહ આપનાર વ્યક્તિ સાંસારિકપણે પિતા છે એટલા માત્રથી વંદનીય શી રીતે બની શકે ?”
આ સાંભળીને પિતા-મુનિને પિતાની ભૂલ ઉપર ભારે પશ્ચાત્તાપ થયે.
(૬૧) અભયદેવ સૂરિજી : એ હક ધારાનગરીને શ્રેષ્ઠીપુત્ર અભય. ભરયૌવનમાં વિરક્ત થઈને જિનેશ્વરસૂરિજી મહારાજા પાસે દીક્ષા લીધી.
અભયમુનિ બધા પ્રકારના પુણ્યના સ્વામી હતા. વિદ્વત્તા, વ્યાખ્યાનશક્તિ, રૂપ વગેરે બધું જ અહીં એકત્રિત થયું હતું. એક વાર તે એમના મધુરકંઠે રાજકુમારી
હાઈ પડી હતી. વળી એક વાર વ્યાખ્યાનમાં યુદ્ધનું વર્ણન કરતાં તાજનેમાં રજપૂતેએ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી હતી. મારો....મારે....કરતા તેઓ ઊભા થઈ ગયા હતા.
આ બે પ્રસંગોને ધ્યાનમાં લઈને ગુરુદેવે અભયમુનિના