________________
૧૬૦
મુનિજીવનની બાળપોથી-૩
કાલાંતરે આચાર્યપદ ઉપર આરૂઢ થવાની વાત આવી. ત્યારે વસ્તુપાળે નમ્રતાપૂર્વક પિતાને વિરોધ દર્શાવ્યું. પરંતુ તેાય આચાર્યપદ આપવામાં આવ્યું. ભક્તોના દબાણ આગળ અને ગુરુદેવની પણ ઈચ્છા સામે વસ્તુપાળ મૌન રહીને હટી ગયા.
ખરેખર વસ્તુપાળને ભય સાચે ઠર્યો.
નુતન આચાર્યને આચાર્ય–પદનું અજીર્ણ થયું. તેમણે ગુરુ સામે બગાવત પિકારી. અનેક પ્રકારની શિથિલતાઓને ભંગ તે બન્યા, પરંતુ દેશ-કાળના હિસાબે તે શિથિલતાએને ફક્તવ્ય ગણાવી. આથી અનેક સાધુ-સાધ્વીઓ પણ ઉન્માર્ગગામી બનવા લાગ્યાં.
ગુરુદ્રોહ અને શિથિલતા બે ય મોટા દોષ! પણ તેથી ય વધુ મોટો દેષ–મંત્રીશ્વરે શોધી કાઢેલે–અપાત્રતા ! પછી શું બાકી રહે ?
(૫૯) કડવી તુંબડીનું શાક-દ્રૌપદીના પૂર્વભવો : જ્યારે નાગશ્રીએ ઝેર સ્વરૂપ બની ગએલી કડવી તુંબડીના શાકને ઠેકાણે પાડવા માટે જાણીબૂઝીને ભિક્ષાર્થે પધારેલા ધર્મ રુચિ અણગારને વહેરાવી દીધું, જ્યારે ધર્મરુચિ મહાભાએ સ્વયં આરોગી લઈને પિતાને પ્રાણ કુરબાન કરીને અનેક જીના પ્રાણની રક્ષા કરી; જ્યારે એ ગમખ્વાર ઘટનાની નગરજનોને ખબર પડી ત્યારે સર્વત્ર હાહાકાર મચી ગયે.