________________
૧૪૨
મુનિજીવનની બાળપોથી-૩ પાછા ફરતી વખતે તેઓ પૂંઠ કરીને ગયા. આટલી જ અવિધિ જોઈ વિકટોરિયા ઉશ્કેરાઈ ગયા. જ્યારે ગાયકવાડ ભારતમાં પાછા ફર્યા ત્યારે વિકટોરિયાનો તેમના પર પત્ર આવ્યું કે, “તમારું રાજ્ય હવેથી થોડા જ સમયમાં બીજા નંબરના સ્ટેટમાં ગણવામાં આવશે.”
જપ સંબંધમાં નાનીશી અવિધિ કે આશાતના તે જપમાં સફળતા આપતી નથી. તે આશાતનાઓ અનેક જાતની હોય છે. જ્યાં ત્યાં માળાનુ પડી જવું. મલિન કપડાં પહેરીને જપમાં બેસી જવું ઉચારમાં અશુદ્ધિ રાખવી આવા અનેક દોષ જેના જપમાં થઈ જતા હોય તેને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કદાચ આવા કેઈ દોષ ન સેવવા છતાં પણ જપમાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેનું કારણ તે જપની અંદર અનુપયેગ અવસ્થા છે. મંત્ર જપમાં જેનું ચિત્ત એકાકાર થતું નથી, તે મંત્ર જપની મોટામાં મોટી અવિધિ છે; આશાતના છે—જેણે જપમાં સિદ્ધિ મેળવવી હોય તેણે મંત્રમાં ઉપયોગ અવસ્થા લાવવી જ પડે. મંત્રને અર્થ જ એ છે કે “મનનાર્ ત્રાયતે ' તેનું મનન જ કરવાથી જે આપણને રક્ષણ આપે છે, આપણને મદદ કરે છે તેનું નામ મંત્ર. જે મંત્ર ગણતી વખતે મંત્રનું મનન જ ન હોય, મંત્રની અંદર મનની ઉપગ અવસ્થા ન હોય તે તે મંત્ર બીજી ગમે તેટલી વિધિપૂર્વક કરવામાં આવે તે ય સિદ્ધિ આપી શકતું નથી.
નાનકડી પણ અવિધિ, નાનકડી પણ આશાતના ધર્મ કિયાઓમાં કઈ પણ કરશે નહિ !